મોરબીમાં મંગળવારે ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી કરવામાં આવશે

- text


મોરબી : મોરબીમાં સમ્રાટ અશોક બુધ્ધ વિહાર સમિતિ દ્વારા તા. 24ને મંગળવારે ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કલિંગના યુધ્ધમાં મહાન સમ્રાટ અશોક વિજયા દશમીના દિવસે વિજય થયા હતા તેથી આ દિવસને સમ્રાટ અશોક વિજય દશમી તરીકે પણ ઉજવવામાં આવે છે. તેમજ આ જ દિવસે સમ્રાટ અશોક તેમજ ડો. બાબા સાહેબ આંબેડકરે તા. 14 ઓક્ટોબર, 1956ના અશોક વિજય દિવસે જ બૌધ્ધ ધમ્મની દીક્ષા લીધી હતી. તેથી વિજય દશમીને બોદ્ધોનો પવિત્ર તહેવાર માનવામાં આવે છે ત્યારે સમ્રાટ અશોક બુધ્ધ વિહાર સમિતિ,મોરબી દ્વારા તા. 24 ને મંગળવારે સાંજના 5 કલાકે રોહીદાસ પરા બાબાસાહેબની પ્રતિમા થી વિજયનગર સમ્રાટ અશોક બુધ્ધ વિહાર સુધી ધમ્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધમ્મ યાત્રામાં ફરજીયાત સફેદ વસ્ત્રોમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તેમજ વિજય નગરમાં આવેલા સમ્રાટ અશોક બુધ્ધ વિહાર ખાતે સાંજના 6 થી 7 કલાકે બુધ્ધ વંદના કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સમ્રાટ અશોક બુધ્ધ વિહાર સમિતિ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text