મોરબીમાં ચાર દિવસથી લાપતા થયેલ માસુમ બાળકીની હત્યા

- text


લખધીરપુર રોડ ઉપર લાપતા થયેલ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર, ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ ગુન્હો દાખલ કરાશે 

મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની અંદાજે ચાર વર્ષની બાળકી ચાર દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ ફૂલ જેવી કોમળ બાળકીનો મૃતદેહ બંધ સીરામીક કારખાના નજીકથી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે, હાલમાં મોરબી તાલુકા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવા કાર્યવાહી હાથ ધરી હત્યાના આ શંકાસ્પદ બનાવમાં કડીઓ મેળવવી શરૂ કરી છે.

અત્યંત ચોંકાવનારા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ રોયલ સીરામીક કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની ચારેક વર્ષની માસુમ બાળકી છેલ્લા ચારેક દિવસથી લાપતા બનતા પરિવારે ગુમસુધા નોંધ કરાવતા પરિવાર અને પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી પરંતુ બાળકીનો કોઈ પતો મળ્યો ન હતો. બીજી તરફ મોરબીના લખધદિરપુર રોડ ઉપર આવેલ મેટ્રો સીરામીક ફેક્ટરીની બાજુમાં બંધ પડેલા કારખાનામાંથી કૂતરાઓએ ફાડી ખાધેલ હાલતમાં આ બાળકીનો મૃતદેહ મળી આવતા મોરબી તાલુકા પોલીસ કાફલો બનાવ સ્થળે ડોસી ગયો હતો અને મૃતક બાળકી લાપતા થયેલ પરપ્રાંતીય પરિવારની જ હોવાનું સ્પષ્ટ બન્યું હતું.

- text

વધુમાં મોરબી તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ બાળકીની હત્યા કરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. હાલમાં બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હોવાનું અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ ગુન્હો નોંધવામાં આવશે. મૃતક બાળકીનું નામ ઝારા હોવાનું જાણવા મળ્યું છે.

- text