કોમી એકતા : માળીયા પોલીસ આયોજિત ગરબીમાં હિન્દૂ બાળાઓ સાથે રાસ ગરબે રમતી મુસ્લિમ બાળાઓ

- text


હિન્દૂ બાળાઓ સાથે રાસ ગરબે રમીને મુસ્લિમ બાળાઓએ ભાઈચારાની ભાવનાને વધુ સુદ્રઢ બનાવી

મોરબી : માળીયા મીયાણાની એક એવી અનોખી પ્રાચીન ગરબી કે જે કોમી એકતાનો સંદેશ આપે છે. જેમાં માળીયા પોલીસ દ્વારા આયોજિત ગરબીમાં હિન્દૂ બાળાઓની સાથે મુસ્લિમ બાળાઓ રાસ ગરબે રમીને માતાજીની સ્તુતિ કરે છે. દરેક તહેવારો હમેશા લોકોને આત્મીય બનાવી ભાઈચારાની ભાવનાને વધુ સુદ્રઢ બનાવે છે. ત્યારે આ માળીયાની ગરબી તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.

માળીયા મિયાણાંમાં પોલીસ દ્વારા એક અનોખી ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબીથી હિન્દૂ મુસ્લિમ એકતાના દર્શન થાય છે. પોલીસ પરિવાર દ્રારા પોલીસ પટાગણમાં શીતળા માતાના સાનિધ્યમાં યોજાતી પ્રાચીન ગરબીમાં હિન્દૂની 60 અને મુસ્લિમની 60 મળી કુલ 120 બાળાઓ સાથે મળી રાસ ગરબે રમીને માતાજીની આરાધના કરી રહી છે. પોલીસ દ્વારા આ ગરબીનું આયોજન થતું હોય બાળાઓને સુરક્ષા વચ્ચે રાસ ગરબે રમવા માટે કોઈ જાતની તકલીફ નડતી નથી. માળીયામાં મુસ્લિમોની બહુમતી હોય છતાં દરેક લોકો હળી મળીને નવરાત્રીને ઉમંગભેર મનાવે છે. પોલીસ દ્વારા બાળાઓને દરરોજ અલગ અલગ નાસ્તો તેમજ છેલ્લા દિવસે કિંમતી ભેટ સોગાદ લ્હાણી રૂપે આપવામાં આવે છે. આ બાળાઓ કહે છે કે, દરેક કોમ એકબીજાના તહેવારો સાચા દિલથી ઉજવે. ભારતની એકતા અખડીતાને કોઈ તોડી નહિ શકે, અમને રાસ ગરબે રમવાની ખૂબ જ મજા પડે છે અને સુરક્ષાનું પૂરતું વાતાવરણ મળે છે. આથી મુક્તમને રાસ ગરબે રમીને કોમી એકતાનો સંદેશ આપે છે.

- text

- text