મોરબીના ઘુંટુની યુવતી સાથે મિત્રતા કેળવી લાલપર ગામના શખ્સે દુષ્કર્મ ગુજાર્યું 

- text


ચોટીલા અને ઢુંવા નજીક હોટેલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજારનાર શખ્સે ધરાર સંબંધો ચાલુ રાખવા યુવતીના પરિવારજનોને જાનથી પતાવી દેવા ધમકી આપી 

મોરબી : મોરબીના ઘુંટુ નજીક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે મિત્રતા કેળવી લાલપર ગામના શખ્સે ભરતનગર, ચોટીલા તેમજ ઘુંટુ નજીક આવેલી હોટેલમાં દુષ્કર્મ ગુજારી બાદમાં ધરાર સંબંધો ચાલુ રાખવા દબાણ કરી અન્યથા પરિવારજનોને જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઘુંટુ નજીક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતીએ લાલપર ગામે રહેતા ભગવાનજી બાબુ સાંવરિયા નામના શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી ભગવાનજી બાબુ સાંવરિયાએ તેણી સાથે મિત્રતા કેળવી પ્રથમ વખત મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસે આવેલી કન્ટ્રકશન સાઈટ ઉપર લઇ જઈ શરીર સંબંધ બાંધ્યો હતો અને બાદમાં ચોટીલા તેમજ ઢુંવા નજીક આવેલી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

- text

વધુમાં યુવતીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી સાથે તેણી સંબંધ રાખવા માંગતી ન હોય સંબંધ કાપી નાખતા આરોપી ભગવાનજી બાબુ સાવરિયાએ યુવતીના પરિવારજનોને જાનથી મારી નાખવા ધમકી આપી યુવતી સાથે મારકૂટ કરતા અંતે યુવતીએ હિંમત કરી આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમો મુજબ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text