ઘોર બેદરકારી ! ગરમ રેતીના ઢગલા ઉપર રમવા જતા માસુમ બાળકીનું મૃત્યુ : માતાપુત્રી દાઝી ગયા 

- text


સિરામિક ફેક્ટરી સંચાલકની લાપરવાહીથી મોરબીના જાંબુડિયા ગામની સીમમાં શાક્ભાજી વેચવા ગયેલ મહિલા સાથે કરુણાંતિકા સર્જાઈ 

મોરબી : મોરબી તાલુકાના જાંબુડિયા ગામની સીમમાં પોતાની માસુમ બાળકીઓ સાથે શાકભાજી વેચવા ગયેલ મહિલા સાથે કરુણાંતિકા સર્જાતા સાત માસની ફૂલ જેવી કોમળ બાળકીનું ગરમ રેતીના ઢગલામાં પડી જતા મૃત્યુ નીપજ્યું હતું અને બન્ને પુત્રીને બચાવવા જતા માતા પણ દાઝી જતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

આ ચોંકાવનારા બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મકનસર ગામે રેલવે સ્ટેશનની બાજુમાં રહી શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતા કંચનબેન જીતેશભાઇ કુંઢેચા નામના મહિલા પોતાની પુત્રી રોશની અને જિયાન્સીને લઈ જાંબુડિયા ગામની સીમમાં શાકભાજી તેમજ ફ્રૂટ વેચવા ગયા હતા આ સમયે રીધમ સિરામિક કારખાના પાસે પહોંચતા કંચનબેનની પુત્રી રોશની પોતાની સાત માસની નાની બહેન જિયાન્સીને લઈને કારખાના બહાર પડેલ રેતીના ઢગલા ઉપર રમવા જતા રેતી ગરમ હોય દાઝવા લાગતા રોશનીના હાથમાંથી સાત માસની નાની બહેન જિયાંસી ગરમ રેતીના ઢગલામાં પડી ગયેલ હતી. બાદમાં માતા કંચનબેન જિયાન્સીને બચાવવા જતા તેઓ પણ પગમાં દાઝી ગયા હતા.

- text

વધુમાં કારખાનેદારની બેદરકારીને પાપે માતા અને પુત્રીઓ દાઝી ગયા બાદ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સાત માસની ફૂલ જેવી કોમળ જિયાન્સીનું મૃત્યુ નીપજ્યું હતું જયારે માતાને સારવાર માટે રાજકોટ દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text