મોરબીમાં રંગપર, ટીમ્બડી અને મકનસર નજીક ખનીજચોરી કરતી ત્રણ ટ્રક ઝડપી લેવાઈ 

- text


બે ટ્રકમાંથી ફાયર ક્લે અને એક ટ્રકમાંથી રેતીની ખનીજ ચોરી બદલ કાર્યવાહી 

મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગ અને રાજકોટ ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા છેલ્લા અઠવાડિયામાં રેતી અને ફાયર ક્લેની ખનીજ ચોરી મામલે ત્રણ ટ્રક ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી આકરો દંડ ફટકારવા તજવીજ હાથ ધરી છે.

ખાણ ખનીજ વિભાગ મોરબી અને રાજકોટ ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા છેલ્લા અઠવાડિયામાં ખનીજચોરો વિરુદ્ધ સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી જેમાં મોરબીના રંગપર નજીકથી ખાણ ખનીજ વિભાગ મોરબી દ્વારા જીજે-13-એએક્સ-2031 નંબરની ટ્રકમાં ફાયર ક્લેની ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી આ સાથે જ મોરબીના મકનસર ગામ પાસે ખનીજ વિભાગે વોચ ગોઠવી ટ્રક નંબર જીજે -36-વી – 4864ના ચાલકને ફાયર ક્લેની ચોરી સબબ ઝડપી લઈ તાલુકા પોલીસ મથકને હવાલે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ટીંબડી ગામના પાટીયા નજીકથી જીજે-10-ટીવાય-5004 નંબરના ટ્રકને રાજકોટ ખાણ ખનીજ ફ્લાઈંગ સ્ક્વોડે રેતીની ખનીજ ચોરી મામલે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

- text

- text