મોરબીમાં સફાઈ કર્મચારીઓની હડતાલ બીજા દિવસે પણ યથાવત

- text


ચીફ ઓફિસરે બે માંગણી સ્વીકારી હોવા છતાં સફાઈ કર્મચારીઓ પોતાની માંગ ઉપર અડગ રહ્યા

મોરબી : મોરબી નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાલ આજે બીજા દિવસે પણ હડતાલ યથાવત રહી છે. જો કે, ચીફ ઓફિસરે બે માંગણી સ્વીકારી હોવા છતાં સફાઈ કર્મચારીઓ પોતાની માંગ ઉપર અડગ રહ્યા છે અને પોતાની માંગણીઓ જ્યાં સુધી નહી સંતોષાઈ ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવાનું જાહેર કર્યું છે.

મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓ દ્વારા કાયમી કરવા, લઘુતમ વેતન ચૂકવવા સહિતની માંગણી સાથે નગરપાલિકામાં જ ગઈકાલથી હડતાલ ઉપર ઉતરી ગયા હતા. ગઈકાલે ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યએ આ સફાઈ કર્મીઓની બે માગણીઓ સ્વીકારી લીધી હોય અને કાયમી કરવાની તેમજ પગાર વધારા માંગ સંતોષી શકાય એમ નથી. એટલે પોતાની માગણીઓને લઈને સફાઈ કર્મીઓ અડગ રહ્યા છે અને આજે બીજા દિવસે પણ હડતાલ ચાલુ રહી છે. જો કે 350 જેટલા સફાઈ કર્મીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે. પણ 62 જેટલા કર્મીઓ હડતાલ ઉપર ન હોવાથી રાત્રી સફાઈ ચાલુ રહી છે. ડોર ટુ ડોર કચરા કલેક્શન પણ ચાલુ છે. 56 જેટલા સફાઈ કર્મીઓ કાયમી હોય તેઓ સફાઈ કરી રહ્યા છે. એટલે આ સફાઈ કર્મીઓની હડતાલથી સફાઈ વ્યવસ્થામાં કોઈ ફરક પડ્યો ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text

- text