વાંકાનેર તાલુકા પંચાયત ખાતે સ્વ-સહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો

- text


વાંકાનેર : આજે 7 ઓક્ટોબરના રોજ વાંકાનેર તાલુકા પંચાયત ખાતે દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) સ્વ-સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કેમ્પમાં તાલુકા પંચાયત પ્રમુખ કશ્મીરાબા ઝાલા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર, પૂર્વ પ્રમુખના પતિ ધર્મેન્દ્રસિંહ ઝાલા, તાલુકા વિકાસ અધિકારી, સદસ્યો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જીજ્ઞાસાબેન મેરે માહિતી આપતા જણાવ્યું હતું કે “દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) એ ગ્રામીણ વિકાસ મંત્રાલયની મુખ્ય યોજના છે. જેનો હેતુ સ્વ-સહાય જૂથો જેવી સામુદાયિક સંસ્થાઓ દ્વારા ગરીબ મહિલાઓને લાભ આપવાનો છે. જેથી ગ્રામીણ ગરીબીને દૂર કરી શકાય. બીજો ધ્યેય તેમને બેંકોમાંથી આવશ્યક ધિરાણ ઉપલબ્ધ કરાવીને તેમના આજીવિકાનો આધાર મજબૂત કરવાનો છે. મહિલાઓ માટે નરેન્દ્રભાઈ મોદીની ડબલ એન્જિન સરકાર હંમેશા કાર્યરત છે.”

- text

- text