ટંકારાની વિરપર પ્રા.શાળામાં ડ્રોન ટેક્નોલોજી સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબીની ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરતી સંસ્થા દાદુ ફાઉન્ડેશનના પ્રમુખ ગુણવંતભાઈ ચાવડા અને સુરેશભાઈ ચાવડાના પિતા અંબાલાલભાઈ ચાવડાની 26મી વાર્ષિક પુણ્યતિથિ નિમીત્તે ટંકારાની વિરપર પ્રા. શાળા ખાતે નિ:શુલ્ક રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તેમજ ડ્રોન ટેક્નોલોજીના લાઈવ ડેમોસ્ટ્રેશન સાથે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રોનિકસ, રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે લાઈવ રોબો ફૂટબોલ ગેમ્સ, ડીજીસીએ અપ્રુવડ ડ્રોન પાઈલોટ દ્વારા ડ્રોન ટેક્નોલોજી લાઈવ ડેમોસ્ટ્રેશન તેમજ ડ્રોન પાયલોટિંગ, કોડીંગ, 3ડી પ્રિન્ટીંગ ટેક્નોલોજી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને દાદુ ફાઉન્ડેશન દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા. આ સેમિનારને સફળ બનાવવા શાળાના શિક્ષક જનકભાઈ તેમજ તમામ સ્ટાફનો સંસ્થાના ઉપપ્રમુખ- કુલદીપ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text