ટંકારા પોલીસ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

- text


ટંકારા : ટંકારા પોલીસ મથકે પીએસઆઇ એમ.જે. ધાંધલ અને સ્ટાફ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. આ રક્ત રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે એકત્ર કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ટંકારાના સરપંચ,ઉપસરપંચ, સામાજીક આગેવાનોએ પણ સહયોગ આપ્યો હતો. તે બદલ ટંકારા પોલીસે સૌ આગેવાનો અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

- text

- text