ટંકારાની ખીજડીયા ચોકડીએ ટ્રાફિક જામમાં કાર સેન્ડવીચ બની 

- text


ટ્રક ટ્રેઇલર પાછળ રળતા કાર ટ્રક અને આઇસર વચ્ચે દબાઈ જતા નુકશાન 

ટંકારા : ટંકારાની ખીજડીયા ચોકડીએ ટ્રાફિકજામ વચ્ચે ટ્રક ટ્રેલર પાછળ રહેલી કાર ટ્રક પાછો પડતા ટ્રક અને આઇસર વચ્ચે સેન્ડવીચ બની જતા કારમાં નુકશાન પહોંચ્યું હતું આ અકસ્માતના બનાવ બાબતે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા – રાજકોટ હાઇવે ઉપર ટંકારાની ખીજડીયા ચોકડી પાસે ગત તા.28ની રાત્રીના સમયે ટ્રાફિકજામ સર્જાતા રાજકોટના રહેવાસી મેરામણભાઈ ભીમાભાઈ સુત્રેજા ટ્રાફિકજામમાં પોતાની હોન્ડા અમેજ કાર નંબર- GJ-09-BA-9288 ટ્રક ટ્રેલર રજી. નંબર- GJ-12-Z-3922 પાછળ રાખી ઉભા હતા આ વેળાએ ટ્રક પાછો પડતા કારના આગળના ભાગમાં વ્યાપક નુકશાન થયું હતું તેમજ ટ્રક પાછો આવતા કાર પાછળ રહેલા આઇસર વચ્ચે દબાઈ જતા કારના પાછણ ભાગમાં પણ નુકશાન પહોંચતા કાર માલિક મેરામણભાઈ ભીમાભાઈ સુત્રેજાએ ટ્રક ટ્રેલર રજી. નંબર- GJ-12-Z-3922ના ચાલક કાનારામ બંકારામ જાટ રહે- હાલે- ભચાઉ મુળ રહે- રાતાસર તા-ચોહટન જી-બાડમેર રાજ્ય રાજસ્થાન વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text