મોરબીની અદેપર પ્રાથમિક શાળામાં આયુર્વેદ તથા હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો

- text


મોરબી : આજ તારીખ 14 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર આયુષ કચેરીના નિયામક તેમજ મોરબી જિલ્લા આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું લખઘીરનગર, મોરબી તથા સરકારી હોમિયોપથી દવાખાનું કોયલી દ્વારા અદેપર ખાતે પ્રાથમિક શાળામાં વિનામુલ્યે આયુર્વેદ તથા હોમિયોપથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં વિનામુલ્યે નિદાન-સારવાર તેમજ દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આયુર્વેદિક ઔષધિઓ, આયુર્વેદિક જીવનશૈલી તેમજ યોગ વિષયક ચાર્ટનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આયુર્વેદ વિભાગના મેડીકલ ઓફિસર ડો. વિરેન ઢેઢી તથા હોમિયોપથી વિભાગના મેડિકલ ઓફિસર ડો. વિજય નાંદરિયા દ્વારા યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગ નિદર્શન મહેશ્વરીબેન દલસાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કેમ્પનો બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો તેમજ બાળકોએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા અદેપર ગામના સરપંચ જનકસિંહ ઉદેસિંહ ઝાલા, પ્રાથમિક શાળાના શિક્ષકો તથા સ્થાનિક કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

- text

- text