ભરૂચ જિલ્લામાંથી ટ્રકના ટાયરો મેળવીને ઠગાઈ કરનાર ટ્રક ચાલક મોરબીથી ઝડપાયો

- text


મોરબી : ભરૂચ જિલ્લામાં વેપારી પાસેથી ટ્રકના ટાયરો તથા ટાયરોની રીમ મેળવીને ઠગાઈ કરનાર બે આરોપીઓ પૈકી એક ટ્રક ચાલક ટ્રક મોરબીના નવલખી પોર્ટ પર ખાલી કરી ગાડી ભરવા મોરબી તરફ આવતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબીએ તેને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ પાનોલી તાલુકામાં વેપારી પાસેથી મૂળ ઉત્તરપ્રદેશના ટ્રક ડાઈવર ધીરજ રામશંકર તિવારી અને આશિષકુમાર પાંડેએ રૂ.5.99 લાખના ટ્રકના ટાયરો અને ટાયરોની રીમ મેળવીને વિશ્વાસઘાત છેતરપિંડી કરી હોવાનો ભરૂચ પાનોલી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ ઠગાઈનો મુખ્ય આરોપી ઉત્તરપ્રદેશના ટ્રક ડાઈવર ધીરજ રામશંકર તિવારી એમએચ 40 સીએમ 4779 નબરનો ટ્રક લઈને મોરબી નજીક આવેલા નવલખી પોર્ટ ખાતે મશીનરી ખાલી કરી ગાડી ભરવા મોરબી તરફ આવેલ હોય અને મોરબી પીપળીયા રોડ ઉપર ખાખરાળા ગામ નજીક ભારત પેટ્રોલ પંપના ગાઉન્ડમાં ઉભો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે ત્યાં દોડી જઈને આરોપીને ઝડપીને ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

- text