જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રબંધન તથા સલાહકાર સમિતિની બેઠક મળી 

- text


વિદ્યાલયને 10 કોમ્પ્યુટર તથા બે સ્માર્ટ બોર્ડ ફાળવવા સાંસદોનું આશ્વાસન

મોરબી : કોઠારીયામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં આજ રોજ વિદ્યાલય પ્રબંધન તથા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, કલેકટર તથા નવોદય વિદ્યાલય વિદ્યાલય મોરબીના અધ્યક્ષ જી. ટી..પંડ્યા, કાર્યપાલક એન્જિનિયર હિતેશભાઈ આદરોજા, જિલ્લા શિક્ષણ અધિકારી રાણીપા, જિલ્લા સ્વાસ્થ્ય અધિકારીના પ્રતિનિધિ, કોઠારીયાના પૂર્વસરપંચ કિશોરસિંહ ઝાલા, વાલીના પ્રતિનિધિ તરીકે ભરતભાઇ બોપલિયા અને શીતલબેન બારૈયા ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં વિદ્યાલયની વિભિન્ન ગતિવિધિઓ અને પ્રવૃત્તિઓ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. સાથોસાથ વિદ્યાલયમાં આવાસીય, શૈક્ષણિક, ભોજન સંબંધી પણ ચર્ચા કરી. હિન્દી પખવાડાનું ઉદ્ઘાટન સાંસદ તથા કલેકટરના હસ્તે કરવામાં આવ્યું હતું. વિદ્યાલયમાં ઘટતી સુવિધાઓની આપૂર્તિ કરવા માટે બંને સાંસદોએ 10 -10 કોમ્પ્યુટર તથા બે- બે સ્માર્ટ બોર્ડ ફાળવવાનું આશ્વાસન આપ્યું હતું, તથા કલેકટરે વિદ્યાલયના ક્રીડાંગણને વિકસિત કરવા માટે આશ્વાસન આપેલ છે. આર કે બોરોલે આચાર્ય તરફથી આવેલા સૌ મહેમાનોનો આભાર માનવામાં આવ્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text