મોરબીના બેન્ક મેનેજરને ગ્રીન ચેનલ એક્સલેન્સ એવોર્ડ એનાયત થયો

- text


મોરબી : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની રૂરલ બ્રાંચમાં સર્વોત્તમ પરર્ફોમન્સ કરનાર બ્રાંચ મેનેજરને દર વર્ષે ગ્રીન ચેનલ એક્સેલેન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ એવોર્ડ એસ. બી. આઈમાં ચેરમેન ક્લબ પછીનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે.

એસ.બી.આઈની બ્રાંચમાં વિવિધ પ્રકારની ઉત્તમ કાર્યપ્રણાલી અને સામુદાયિક સેવાધારાને કેન્દ્રમાં રાખીને સમગ્ર ગુજરાતમાંથી માત્ર 6 બ્રાંચ મેનેજરને એમની કાર્યદક્ષતાને આધારે પસંદગી કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2022-23ના વર્ષનો સુરત મોડ્યુલનો ગ્રીન ચેનલ એક્સેલેન્સ એવોર્ડ મોરબીના હિરેન ભંખોડિયાને એનાયત કરવામાં આવ્યો હતો. હિરેન ભંખોડિયાને બેંગ્લોર સર્કલના સીજીએમના હસ્તે સર્ટિફિકેટ ઓફ ઓનર, સાલ, શિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હિરેન ભંખોડિયાએ પ્રાપ્ત કરેલી આ સિધ્ધિ બદલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના બેન્ક કર્મચારીઓ, મિત્રો અને સ્નેહીઓ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

- text

- text