માળિયાના બગસરા ગામે શિક્ષકો અને તલાટીની નિમણૂક કરવાની માંગ

- text


ગ્રામ પંચાયતની જિલ્લા પંચાયતને રજુઆત : ભાવપર સુઘીના રોડનું રીપેરીંગ કરવાની પણ માંગણી

માળિયા : માળિયા તાલુકાના બગસરા ગામે શિક્ષકો અને તલાટીની નિમણૂક કરવા તેમજ ભાવપર સુધીના રોડનું રીપેરીંગ કરવા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા પંચાયતને રજુઆત કરવામાં આવી છે.

બગસરા ગ્રામ પંચાયત દ્વારા રજુઆતમાં જણાવાયું છે કે પ્રાથમિક શાળામાં નવા શિક્ષકો આવતા ન હોય જેથી છેવાડાના આ ગામના 220 બાળકોનું શિક્ષણ કાર્યને અસર થઈ રહી છે. શાળામાં 5 શિક્ષકો છે. જેમાં 2 શિક્ષકો તો સરકારી કામમાં હોય તથા 1 શિક્ષક આચાર્ય છે. જેથી બાળકોને સંતોષકારક શિક્ષણ મળતું નથી. આ ઉપરાંત હાલ તલાટી મંત્રી ચાર્જમાં હોય, ગામના નાના મોટા કામો પ્રત્યે સંતોષકામગીરી નથી. માટે કાયમી તલાટી મંત્રીની નિમણૂક કરવામાં આવે.

વધુમાં રજુઆતમાં જણાવાયું છે કે ભાવપરથી બગસરાનો રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ 2017થી 2022નો ટાઈમ પિરિયડ પૂર્ણ થઈ ગયો હોય, આ ડાપર પટ્ટી રોડ ઉપર હાલ ખાડા પડી ગયા હોવાથી તાકીદે રીપેર કરવામાં આવે તેવી માંગ છે.

- text

- text