- text
મોરબી : હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતો શ્રાવણ મહિનો આવી રહ્યો હોય મોરબી શહેરમાં આવેલા ગેરકાનૂની કતલખાના અને જાહેર રસ્તાઓ પર માસ-નોનવેજની લારીઓ, ધાર્મિક મંદિરની આસપાસ ચાલતા હાટડા બંધ કરાવવા માટે હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગોસંવર્ધન પરિષદ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ અંગે માંગ કરવામાં આવી છે.
હિન્દુ યુવા વાહિની અને અખિલ વિશ્વ ગોસંવર્ધન પરિષદ દ્વારા લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી શહેરમાં ગેરકાનૂની રીતે કતલખાના ચાલી રહ્યા છે અને જાહેર રસ્તાઓ પર અને ધાર્મિક સ્થાનોની આસપાસ બેરોકટોક નોનવેજની લારીઓ ચાલી રહી છે. આ મામલે હાઈકોર્ટનો પણ આદેશ હોય કે જાહેર રસ્તાઓ પર કોઈ જીવોની હત્યા કરવી નહીં. તેમ છતાં જાહેરમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેનાથી નાના બાળકોના માનસ પર વિપરિત અસર પડી રહી છે અને હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે. ત્યારે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. જો આ અંગે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો હિન્દુ સંગઠનો એકત્ર થઈ આ પ્રકારની પ્રવૃત્તિઓ બંધ કરાવશે તેવું આવેદનમાં જણાવાયું છે.
- text
- text