વાંકડા ગામની નદીમાં કારખાનાનું કેમિકલવાળું પાણી ઠાલવાતા 15 ગામના આરોગ્ય પર જોખમ

- text


બેલા ગામના સરપંચે પ્રદુષિત પાણી કરનાર જવાબદાર સામે પગલાં લેવાની માંગ કરી

મોરબી : મોરબીના વાંકડા ગામની નદીમાં કારખાનાનું કેમિકલયુક્ત પાણી ઠલવાતા 15 ગામના આરોગ્ય ઉપર જોખમ ઉભું થયું છે. આ નદીનું પ્રદુષિત પાણી કરનાર જવાબદાર કારખાના સામે પગલાં લેવાની બેલા ગામના સરપંચે માંગ ઉઠાવી છે.

મોરબીના વાંકડા ગામે પસાર થતી નદીમાં આસપાસના કારખાનાનું ઝેરી કેમિકલ્સયુક્ત પ્રવાહી ભળી જાય છે અને આ કારખાનાનું કેમિકલ્સયુક્ત પ્રવાહી વાંકડા ગામની નદીમાં ઠલવાયું હતું. જેથી આ નદીનું પાણી પ્રદુષિત થઈ ગયું છે નદીમાં કેમિકલયુક્ત પ્રવાહીના ફીણના ગોટે ગોટા જોવા મળ્યા છે. કારખાના દ્વારા આવી રીતે નદીમાં કેમિકલયુક્ત પ્રવાહી ઠાલવીને ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરાતાં હોવા છતાં ગુજરાત પ્રદુષણ નિયત્રણ બોર્ડ કોઈ કાર્યવાહી કરતું નથી. તેથી કારખાનાઓને છૂટો દૌર મળી ગયો છે. વળી વાંકડા ગામે નદીમાં ઠલવાયેલું કેમિકલ યુક્ત પાણી જીકીયારી પાસેના ડેમમાં ભળે છે. આ નદીનું પાણી ડેમમાં જતું હોય અને ડેમમાંથી 15 ગામોને પીવા અને ખેતી માટે પાણી આપવામાં આવે છે. તેથી આ પ્રદુષિત પાણી પીવાથી 15 ગામોના લોકોનું આરોગ્ય જોખમાયું છે. તેવું મોરબીના બેલા ગામના સરપંચે જણાવ્યું હતું.

- text

- text