પાટણવાવના નાની મારડમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલને માર મારનાર સામે પગલાં ભરો : રમેશભાઈ રબારી

- text


માલધારી સમાજના અગ્રણી રમેશભાઈ રબારી દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : પાટણવાવના નાની મારડ ગામે માલધારી સમાજના મહિલા કોન્સ્ટેબલને સરા જાહેર માર મારનાર વ્યક્તિ સામે કડક હાથે કામગીરી કરવા રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ મોરબી માલધારી આગેવાને લેખિત રજુઆત કરી છે.

માલધારી સમાજના આગેવાન રમેશભાઈ રબારીએ રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરતા જણાવ્યું હતું કે, પાટણવાવના નાની મારડ ગામે મહિલા કોન્સ્ટેબલ હીનાબેન કોડિયતરને જાહેર રોડ રસ્તા ઉપર માર મારી કાયદાને હાથમાં લેનાર જાડેજા રાજેન્દ્રસિંહ સામે કડક કાર્યવાહી કરવા માં આવે.

વધુમાં મહિલાની છેડતી કરતા આ આરોપીને સમજાવવા જતા મહિલા કોન્સ્ટેબલ સહિત તેમની બહેન ઉપર પથ્થર વડે હુમલો કરે ઢીકા પાટુંનો માર મારી કાયદાના લીરેલિરા ઉડાવનાર આ માથાભારે શખ્સને સબક શિખવાડી કડકમાં કડક કાર્યવાહીમાં આવે અને ગુજરાતમાં કાયદાનુ શાસન સ્થાપવામાં આવે તેમજ આ માથાભારે શખ્સના સગા વ્હાલા પોલીસ સ્ટાફમાં હોય જેથી મહિલા કોન્સ્ટેબલ ઉપર ખોટી ફરિયાદ કરેલ છે તે ફરિયાદ પણ રદ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

- text

અંતમાં રજુઆતમાં જણાવ્યું હતું કે, જ્યાં પોલીસ કર્મચારી પણ સલામત નથી ત્યારે આમ પ્રજા કેમ સલામત હોઈ શકે એવો સવાલ ઉઠાવી આ ગંભીર બાબતે તાત્કાલિક અસરથી આવા કાયદો હાથમાં લઇ મહિલાઓ ઉપર હુમલા કરનારને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સૌરાષ્ટ્ર માલધારી સમાજની માંગણી છે આ બાબતે તાત્કાલિક ઘટતું કરવામાં નહીં આવે તો ના છૂટે માલધારી સમાજને ગાંધી ચિંઘ્યા અને રોડ ઉપર ઉતરી ને આંદોલન કરવાની ફરજ પડશે તે બાબતની ગંભીર નોંધ લેવા અંતમાં રમેશભાઇ રબારીએ માંગ ઉઠાવી હતી.

- text