- text
મોરબી : મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવે એ રાજકોટ ડિવિઝનની 3 જોડીની સમર સ્પેશિયલ ટ્રેનોના ફેરાને સમાન રચના, સમય, સ્ટોપેજ અને રૂટ સાથે વિશેષ ભાડા પર લંબાવવાનો નિર્ણય કર્યો છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર: 09575 રાજકોટ – મહબૂબનગર સ્પેશિયલ જે અગાઉ 26મી જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 28મી ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09576 મહબૂબનગર – રાજકોટ સ્પેશિયલ જે અગાઉ 27મી જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 29મી ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
આ ઉપરાંત ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલાગુન સ્પેશિયલ જે અગાઉ 27મી જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તેને હવે 29મી ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09526 નાહરલાગુન – ઓખા સ્પેશિયલ જે અગાઉ 1લી જુલાઈ, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 2જી સપ્ટેમ્બર, 2023 સુધી લંબાવવામાં આવી છે.
- text
સાથે જ ટ્રેન નંબર 09523 ઓખા – દિલ્હી સરાઈ રોહિલા સાપ્તાહિક વિશેષ જે અગાઉ 27મી જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 29મી ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નંબર 09524 દિલ્હી સરાઈ રોહિલા – ઓખા સાપ્તાહિક વિશેષ જે અગાઉ 28મી જૂન, 2023 સુધી સૂચિત કરવામાં આવી હતી તે હવે 30મી ઓગસ્ટ, 2023 સુધી લંબાવવામાં આવી છે.
ઉપરાંત ટ્રેન નંબર 09575, 09525 અને 09523 માં ટિકિટો નું બુકિંગ 25 મી જૂન, 2023 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
- text