મોરબી બાયપાસ વિસ્તારની સોસાયટીમાં પાણીના ધાંધિયા મામલે મહિલાઓનો મોરચો

- text


મહિલાઓએ એક મહિનાથી પાણી ન આવતું હોવાની ઉગ્ર રજુઆત કરતા પાલિકા તંત્રએ સાંજ સુધીમાં પાણી આપવાની ખાતરી આપી

મોરબી : મોરબી બાયપાસ આસપાસની સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી પાણીના ધાંધિયા હોવા છતાં તંત્ર યોગ્ય પગલાં ન ભરતા મહિલાઓની ધીરજ ખૂટી હતી અને આજે રોષે ભરાયેલી મહિલાઓના ટોળાએ પાણી પ્રશ્ને નગરપાલિકામાં મોરચો માંડ્યો હતો. મહિલાઓએ એક મહિનાથી પાણી ન આવતું હોવાની ઉગ્ર રજુઆત કરતા પાલિકા તંત્રએ સાંજ સુધીમાં પાણી આપવાની ખાતરી આપી હતી.

મોરબીના બાયપાસ પાસે આવેલી ધર્મસૃષ્ટિ સોસાયટીમાં પાણી પ્રશ્ને મહિલાઓનું ટોળું આજે નગરપાલિકા કચેરીએ રજુઆત કરવા દોડી ગયું હતું. મહિલાઓએ પાલિકા તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી કે છેલ્લા એક મહિનાથી તેમની સોસાયટીમાં પાણી આવતું નથી. આથી પાણી માટે રોજબરોજ હાલાકી ભોગવવી પડે છે. એક બેડાં પાણી માટે ભારે વલખા મારવા પડે છે. જો કે પાણી પુરવઠાએ ડાયરેક કરી નાખી હોય પણ અધિકારીઓ ધ્યાન ન આપતા હોય તેમજ નગરપાલિકામાં પૂરતો ટેક્સ ભરીએ છતાં પાણી કેમ આવતું નથી. તેવી ઉગ્ર રજુઆત કરતા પાલિકા તંત્રએ સાંજ સુધીમાં પાણી આવી જશે તેવી ખાતરી આપી હતી. જો કે નગરપાલિકા કચેરીમાં અનેક રજુઆત બાદ પણ કામો ન થતા હોય લોકોને મોરચો માંડવાની ફરજ પડે છે. હમણાંથી વારંવાર ટોળા પાણી અને ગટર પ્રશ્ને સતત નગરપાલિકામાં આવી રહ્યા છે તેથી સુવિધાઓ આપવા મામલે તંત્રને હવે ગંભીર થવાનો સમય પાકી ગયો છે.

- text

- text