વાવાઝોડા અસરગ્રસ્તો માટે સરકારે સહાયની જાહેરાત કરી

- text


મોરબી : સૌરાષ્ટ્ર કચ્છમાં દરિયાકાંઠાના 8 જિલ્લાઓમાં ભારે તારાજી સર્જનાર વાવાઝોડા સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાના નુક્સાન અંગે સહાયની જાહેરાત કરવામાં આવી છે.

વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લાઓમાં ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને વ્યાપક નુક્સાન થયું હતુ. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા પાક નુક્સાની અને પશુમૃત્યુ અંગેનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જેના આધારે સરકારે સત્તાવાર સહાયની જાહેરાત કરી છે.

બિપોરજોય વાવાઝોડા તેમજ તેમજ ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં SDRFના ધોરણો મુજબ, કુટુંબદીઠ કપડાં સહાય તરીકે રૂ.2,500/- અને ઘરવખરી સહાય તરીકે રૂ.2500/- એટલે કે કુલ રૂ.5000/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.2000/- મળી કુલ રૂ. 7000/- (કુટુંબ દીઠ) કપડા અને ઘરવખરી સહાય તરીકે ચૂકવવાનું ઠરાવવામાં આવ્યુ છે.

મકાન સહાયના કિસ્સામાં

સંપૂર્ણ નાશ પામેલ અથવા મોટું નુકશાન પામેલ રહેણાંકના કાચા/પાકા મકાન માટે SDRFમાંથી રૂ.1,20,000/-ની સહાય, જ્યારે અંશત: નુક્સાન પામેલા રહેણાંકના કાચા/પાકા મકાનો માટે નીચે મુજબ સહાય મળશે

- text

આંશિક રીતે નુકશાન પામેલ પાકુ મકાન હોય અને ઓછામાં ઓછું 15% નુક્શાન હોય તો જ સહાય મળવાપાત્ર છે જેમાં SDRFમાંથી રૂ.6,500/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી 8500/- મળી કુલ રૂ.15,000/-ની સહાય અપાશે

આંશિક રીતે નુક્સાન પામેલ કાચુ મકાન હોય અને ઓછામાં ઓછું 15% નુક્શાન હોય તો SDRFમાંથી રૂ.4,000/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી 6,000/- મળી કુલ રૂ.10,000/-ની સહાય મળી શકશે.

સંપૂર્ણ નાશ પામેલ કે આંશિક નુક્શાન પામેલ ઝૂંપડાઓને SDRFમાંથી રૂ.8,000/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી 2,000/- મળી કુલ રૂ.10,000/-ની સહાય અપાશે તેમજ ઘર સાથે સંકળાયેલ કેટલ શેડને થયેલ નુકશાન માટે SDRFમાંથી રૂ.3,000/- તેમજ રાજ્ય સરકારના બજેટમાંથી રૂ.2000/- મળી કુલ રૂ.5000/-ની સહાય ચૂકવવા નક્કી કરાયું છે.

- text