વઘાસિયા ટોલનાકે લોકલ વાહનો પાસેથી ટોલની ઉઘરાણી બંધ કરાવતી રાજપૂત કરણી સેના

- text


આગેવાનોએ શાંતિપૂર્ણ રીતે ટોલનાકાના અધિકારીઓ સાથે વાતચીત કરી મામલો થાળે પાડ્યો

મોરબી : વાંકાનેર ટોલ નાકાના અધિકારીઓએ લોકલ વાહનોના પૈસા લેવાનું શરૂ કર્યું હતું. આમાં કંઈ અડચણ ન આવે અને પૈસા લઈ શકે એ માટે તેઓએ પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું હતું.

ત્યારે રાજપુત કરણી સેનાના વાંકાનેર પ્રભારી રાજેન્દ્રસિંહજી ઝાલાએ આનો વિરોધ કરી અને આ વાતની જાણ મોરબી રાજપુત કરણી સેનાના જિલ્લા પ્રમુખ મનોજસિંહ જાડેજા અને સર્વે ટીમને કરી હતી. ટીમે તાત્કાલિક વાંકાનેર વઘાસિયા નજીક ટોલનાકે જઈ અને પોલીસ અને ટોલનાકાના અધિકારીઓ સાથે સંકલન કરીને લોકલ વાહનોના ટેક્સ કે ભાડા નહીં લેવા મામલે કહ્યું હતું. મામલો શાંતિપૂર્ણ રીતે રાજપુત કરણી સેનાના મોરબી જિલ્લા ટીમ અને વાંકાનેર પ્રભારી રાજેન્દ્રસિંહજી ઝાલાની આગેવાનીમાં પૂર્ણ થયો હતો.. ત્યારે આ તકે મોરબી જિલ્લા પ્રમુખ મનોજસિંહ જાડેજા , વાંકાનેર પ્રભારી રાજેન્દ્રસિંહ ઝાલા,તાલુકા પ્રમુખ જયદેવસિંહ જાડેજા શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમા , મોરબી શહેર પ્રવક્તા યુવરાજસિંહજી રાણા, મોરબી જિલ્લા મહામંત્રી કુલદીપસિંહજી જાડેજા, મોરબી જિલ્લા મહામંત્રી દીગપાલસિંહ રાણા, મોરબી શહેર સહમંત્રી જુવાનસિંહ જાડેજા, અશોકસિંહ ઝાલા હાજર રહ્યા હતા.

- text

- text