- text
મોરબી : મોરબી 181 અભયમ ટીમને પીડિત મહિલાનો કોલ આવ્યો કે પોતે સગર્ભા છે અને તેમના પતિ તેમને છોડીને જતા રહ્યા છે માટે મદદની જરૂર છે. ત્યારપછી 181 મોરબી લોકલ ટીમના કાઉન્સિલર પટેલ તેજલબેન અને કોન્સ્ટેબલ રીટાબેન પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સગર્ભા મહિલાને સાંત્વના આપી આશ્રય આપ્યો હતો.
મોરબી 181 અભયમ ટીમના કાઉન્સિલર દ્વારા સગર્ભા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જ્યાં તે પીડિતાએ જણાવ્યું હતું કે તેઓ મુળ મધ્યપ્રદેશના છે અને છેલ્લા 12 મહિનાથી મોરબીમાં કંપનીમાં કામ કરતા હતા અને ત્યાં જ કંપનીમાં રહેતા હતા. મહિલા સગર્ભાને આઠ મહિના થયા છે અને તેમના પતિ છેલ્લા ત્રણ દિવસથી મહિલાને કંઈ પણ કહ્યા વગર એકલા મૂકીને ચાલ્યા ગયા છે. સગર્ભા મહિલાને હાલ આશ્રયની જરુર હોવાથી 181 ટીમ દ્વારા તેમને મોરબી સખી વન સેન્ટરમાં આશ્રય અપાવ્યો હતો. તે સગર્ભા મહિલાએ 181 અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
- text
- text