- text
મોરબી : મોદીની લોકપ્રિયતા ન માત્ર ભારત પરંતુ વિશ્વભરમાં છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી અમેરિકાના સંસદભવનમાં સંબોધન આપવા પહોંચ્યા હતા. સંબોધન આપ્યા પછી અમેરિકાના સાંસદો મોદીને મળવા માટે અધીરા બન્યા હતા. તેમનો ઓટોગ્રાફ લેવા માટે સાંસદો લાઈનમાં ઉભા રહી ગયા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ઘણા નેતાઓ સાથે સેલ્ફી પણ લીધી હતી.
વડાપ્રધાન મોદી જ્યારે સંયુક્ત રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતા તો સતત ભવન તાળીઓના ગળગળાટથી ગૂંજી રહ્યો હતો. આશરે એક કલાક ચાલેલા સંબોધનમાં સાંસદોએ ઉત્સુકતા સાથે વડાપ્રધાન મોદીને સાંભળ્યાં હતા.
સંસદમાં વડાપ્રધાન મોદી જ્યારે ભાષણ આપી રહ્યા હતા, ત્યારે 12 વખત સાંસદો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું, જ્યારે 2 વખતે ભારતીય અમેરિકી સમુદાયે અલગથી ઉભા રહી તેમને અભિનંદન કહ્યું. સમગ્ર સત્ર દરમિયાન કુલ 14 વખત પીએમ મોદીને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું.
- text
ભાષણ સમાપ્ત થયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે જ્યારે પીએમ મોદીનો ઓટોગ્રાફ લેવા માટે સાંસદોની લાઈનો લાગી. વડાપ્રધાને જ્યારે ભાષણ પૂરુ કર્યું તો સાંસદો અને ભારતીય સમુદાયના લોકોએ તાળીઓ પાડી તેમનું સ્વાગત કર્યું. તેમની સાથે સેલ્ફી લીધી અને ભવનમાં ભારત માતાકી જય અને વંદે માતરમના નારા ગુંજતા રહ્યાં હતા.
- text