ચેતી જજો : હળવદમાં મહિલાઓને પ્રેમજાળમાં ફસાવી બીભત્સ વીડિયો ઉતારી લેતી ચીટર ટોળકી સક્રિય

- text


સગીરા અને મહિલાઓને વીડિયો કોલ કરી પ્રેમના ઓઠા હેઠળ નિવસ્ત્ર કરીને બે વીડિયો વાયરલ પણ કર્યા

હળવદ : હળવદ પંથકમાં પ્રેમના નામે ફસાવતા લેભાગુ તત્વોથી સગીરાઓ અને મહિલાઓને ચેતી જવાનો સમય પાકી ગયો છે. જેમાં સગીરાઓ અને મહિલાઓને આવા આવારા તત્વો પ્રેમના નામે ફસાવી વીડિયો કોલ કરી નિવસ્ત્ર બનાવી તેનો વીડિયો ઉતારી લે છે. પછી આવા આપત્તીજનક વીડિયો વાયરલ કરી નાખે છે. સગીરા અને મહિલાઓને વીડિયો કોલ કરી પ્રેમના ઓઠા હેઠળ નિવસ્ત્ર કરીને બે વીડિયો વાયરલ પણ કર્યા છે.

- text

હળવદમાં મહિલાઓ અને સગીરાઓને ટાર્ગેટ કરી બીભત્સ વીડિયો બનાવી વાયરલ કરતા આવારા તત્વોની વિકૃત હરકત ટોક ઓફ ટાઉન બની છે. ચર્ચાતી વિગતો મુજબ આવારા તત્વો પહેલા પ્રેમના નામે સગીરાઓ અને મહિલાઓને ફસાવે છે. આ સગીરાઓ અને મહિલાઓ પોતાના પ્રેમમાં પાગલ બની ગઈ અને પોતે કહેશે એમ જ કરશે એવો વિશ્વાસ પાકો થઈ ગયા બાદ આવારા તત્વો પોતાની ઔકાત ઉપર ઉતરો આવે છે. જેમાં આવારા તત્વો પોતાના પ્રેમમાં ફસાયેલી સગીરા અને મહિલાઓને વીડિયો કોલ કરે છે. આવારા તત્વો પહેલા તો સગીરા અને મહિલાઓ સાથે વીડિયો કોલમાં પ્રેમની મીઠી મીઠી વાતો કરે છે. બાદમાં સગીરા અને મહિલાઓ નિવસ્ત્ર થવાનું કહે છે. પણ આવારા તત્વોની નાપાક હરકતની ગંધ આવતી ન હોય પેમમાં અંધ બનેલી મહિલાઓ અને સગીરા જેમ આવારા તત્વો કહે તે મુજબ વીડિયો કોલમાં એક પછી એક કપડા ઉતારી નિવસ્ત્ર થઈ જાય છે અને આવારા તત્વો પોતાનો બદઈરાદો પાર પાડીને આખો વીડિયો ઉતારીને પછી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી નાખે છે. આવા જ બે વીડિયો વાયરલ કર્યા છે. વીડિયો જોયા બાદ જેના ઉપર પ્રેમનો વિશ્વાસ કર્યો એને દગો કર્યો એવી જાણ થતાં મહિલાઓ અને સગીરાઓ આબરૂ જવાની બીકે સમાજમાં મોઢું બતાવવાને લાયક રહેતી નથી. ઘણો પસ્તાવો થાય છે. પણ કોઈને કહી શકતી નથી. પોતાની સાથે થયેલી ઠગાઈની ફરિયાદ પણ નોંધાવી શકવાની તેનામાં હિંમત રહેતી નથી. પ્રેમ કરવો એ ગુનો નથી. પણ કોઈની ઉપર આંધળો વિશ્વાસ મુકવો તે યોગ્ય નથી. તેમાંય વીડિયો કોલમાં કોઈ આવી અઘટિત માંગણી મૂકે તો મહિલાઓ અને સગીરાઓ ચેતી જવાની જરૂર છે. પણ ઘણી મહિલાઓ પ્રેમમાં અંધ બનીને ન કરવાનું કરી બેસે છે. પછી આવું દુષપરિણામ ભોગવવું પડે છે. આથી જાગૃત નાગરિકોએ આવા આપત્તીજનક વીડિયો ન જોવા અને બીજામાં ફોરવર્ડ પણ ન કરવાની અપીલ કરે છે તેમજ પોલીસ પણ તરત જાગીને આ વીડિયોના આધારે આવારા તત્વોની શાન ઠેકાણે લાવે તે જરૂરી છે.

- text