- text
સતત વીજળી ગુલ થઈ જતી હોવાથી જન્મ મરણના દાખલા કઢાવવા, વેરો ભરવા, લગ્ન નોંધણી સહિતના કામો માટે લોકોને વારંવાર ધક્કા
મોરબી : મોરબી નગરપાલિકામાં સતત વીજ ધાંધીયા થઈ રહ્યા છે. સતત વીજળી ગુલ થતા લોકો પરેશાન થઈ ગયા છે. જેમાં સતત વીજળી ગુલ થઈ જતી હોવાથી જન્મ મરણના દાખલા કઢાવવા, વેરો ભરવા, લગ્ન નોંધણી સહિતના કામો માટે અરજદાર લોકોને વારંવાર ધક્કા થઈ રહ્યા છે.
મોરબી નગરપાલિકામાં હમણાંથી વીજળી ગુલ થવાની સમસ્યા ગંભીર બની છે આખા દિવસમાં ગમે ત્યારે વીજળી ગુલ થઈ જાય છે અને સતત લાઈટ આવ-જા કરતી હોય નગરપાલિકાની તમામ કામગીરી પર વિપરીત અસર પડે છે અને ગને ત્યારે વીજળી ગુલ થવાથી નગરપાલિકાની મહત્વની કામગીરી ખોરવાય જાય છે. જેમાં જન્મ મરણના દાખલા, લગ્ન નોંધણી કે ટેક્સ ભરવાનો હોય દરેક પ્રકારની કામગીરીમાં વિપરીત અસર પડતા લોકોના આવી કામગીરી માટે વારંવાર ધક્કા ખાવાની નોબત આવે છે. ઘણીવાર મહત્વની કામગીરી માટે લોકોને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. જન્મ મરણ સહિતની કામગીરી માટે લાંબી કતારો લાવે છે. વીજ પુરવઠો ખોરવાઈ જવાથી કર્મચારીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે અને વીજ તંત્ર આ સમસ્યાનો નક્કર ઉકેલ લાવે તેવી માંગ કરી છે.
- text
- text