મૂત્રમાર્ગના કેન્સર સંબંધિત બીમારી માટેની શ્રેષ્ઠ તબીબી સેવા ઘરઆંગણે : મો.નં. 9879603030 ઉપર રજિસ્ટ્રેશન ફરજીયાત
રોબિટીક સર્જરીમાં માહેર ડો. રાજ પટેલ મોરબીમાં જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં તા.24એ બપોરે 4:30 થી 6:30 વાગ્યા સુધી ઓપીડી યોજશે
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મૂત્રમાર્ગ તથા તેના કેન્સરને લગતા રોગોના નિષ્ણાંત તબીબ આગામી તા. 24ને શનિવારે મોરબીમાં આવી રહ્યા છે. તેઓ દ્વારા સાંજે ખાસ ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી કેન્સર સંબંધિત બીમારી માટે મોરબીના લોકોને ઘરઆંગણે જ નિદાન અને જરૂરી માર્ગદર્શન મેળવવાની સવલત મળવાની છે.
અમદાવાદના થલતેજ પાસે એસજી હાઇવે ઉપર ઝાયડ્સ કેન્સર સેન્ટર કાર્યરત છે. ત્યાંના નિષ્ણાંત તબીબ ડો. રાજ પટેલ આગામી તા.24 જૂનને શનિવારના રોજ મોરબી ખાતે શનાળા રોડ ઉપર ઉમિયા હોલ સામે આવેલ બીજા માળે આવેલ એપલ હોસ્પિટલમાં કાર્યરત ડો. જયેશ સનારિયાની સ્પર્શ ક્લિનિકમાં સાંજે 4:30થી 6 :30 વાગ્યે ઓપીડી સેવા આપવાના છે.
મૂત્રમાર્ગની ગાંઠ, કેન્સરના લક્ષણો, જેવા કે પેશાબમાં લોહી પડવું, લાલ પેશાબ, પેશાબ થવામાં તકલીફ, પેશાબની ધાર નબળી-અટકીને આવવી, પેટમાં / પેડુમાં/ કમરમાં દુઃખાવો, કિડની / મૂત્રાશય / પ્રોસ્ટેટની ગાંઠ, ગુપ્તાંગ પર ન રૂઝાતું ચાદું, શુક્રપીંડનો દુખાવા રહીત સોજો, PSA વધારે આવવું વગેરે સમસ્યાથી પીડાતા દર્દીઓ આ ઓપીડીનો લાભ લઈ શકે છે.
ડો.રાજ પટેલ -Ms, DNB (યુરોલોજી) ફેલોશીપ – યુરો ઓન્કોલોજી અને રોબોટીક સર્જન હાલમાં ઝાયડસ કેન્સર સેન્ટર સાથે કુલ ટાઇમ કસન્સટન્ટ – યુરોલોજિક ઓન્કો સર્જન તરીકે સંકળાયેલા છે. તે યુરોલોજિકલ કેન્સરના સંચાલનમાં વિશેષ રસ, તાલીમ અને અનુભવ ધરાવતા યુરોલોજિસ્ટ છે. તેઓ કિડની, યુરેટર, યુરિનરી બ્લેડર, પ્રોસ્ટેટ, ટેસ્ટિસ, પેનિસ અને એડ્રનલ ગ્રંથિના કેન્સરના વિવિધ રોગના નિષ્ણાંત છે. તેઓ યુરોલોજી અને યુરો-ઓન્કોલોજીના ક્ષેત્રમાં 7થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓએ 2000 જેટલી મુખ્ય યુરોલોજી સર્જરીઓ પણ કરી છે. તેઓએ દક્ષિણ ભારતના સૌથી પ્રબળ કેન્દ્રમાં પ્રખ્યાત યુરો- ઓન્કોલોજિસ્ટ ડો.રઘુનાથ એસ.કે.ના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી છે.
તેઓ કેન્સર નિયંત્રણ ઉપરાંત કેન્સર સર્જરી પછી શ્રેષ્ઠ શક્ય કાર્યાત્મિક પરિણામ લાવવા માટે પણ પ્રતિબદ્ધ છે. તેઓ વિવિધ કેન્સર જાગૃતિના કાર્યક્રમોમાં પણ સક્રિય છે. તેઓ યુરોલોજિકલ કેન્સર માટે રોબોટિક સર્જરી સહિત ન્યૂનતમ આક્રમક યુરોલોજિક સર્જરી કેન્સરની વહેલી અને ચોક્કસ તપાસ માટે MRI અને અટ્રાસાઉન્ડ – માર્ગદર્શિત પ્રોસ્ટેટ બાયોપ્સી, પ્રારંભિક કિડની કેન્સર માટે કિડની બચાવ શસ્ત્રક્રિયા તેમજ નિયોપ્લેડર સહિત જટિલ યુરોલોજીક્લ પુનઃનિર્માણમાં પારંગત છે.
મૂત્રમાર્ગ કે તેના કેન્સરને સંબંધીત બીમારી માટે મોરબીના લોકોને છેક અમદાવાદ કે મુંબઈ સુધી ધક્કા ખાવા પડે છે. પણ અમદાવાદની પ્રખ્યાત ઝાયડ્સ કેન્સર સેન્ટરના નિષ્ણાંત તબીબો મોરબી ઓપીડી માટે આવી રહ્યા હોય, મોરબીના લોકોને ઘરઆંગણે જ શ્રેષ્ઠ તબીબી સેવા મળવાની છે. આ ઓપીડીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન માટે મો.નં. 9879603030 અથવા ફોન નં. 02822 226665 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ઓપીડીનો લાભ લેવા અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવું અને જૂના રિપોર્ટ સાથે રાખવા જરૂરી છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.