- text
વાવણી લાયક વરસાદ બાદ વાવાઝોડામાં પડી ગયેલા વીજ પોલ ઉભા ન કરવામાં આવતા ખેડૂતો વાવણીથી વંચિત
મોરબી : વાવાઝોડા બિપરજોય બાદ માળીયા પંથકમાં પડી ગયેલા વીજ પોલ ઉભા કરવામાં ન આવતા હાલમાં મોટા દહીંસરા પંથકમાં જીવતા વીજવાયરો જેમની તેમ હાલતમાં પડ્યા હોય અનેક ખેડૂતો વાવણીથી વંચિત રહેતા દેકારો બોલી ગયો છે. હાલમાં મોટા દહીંસરા પંથકમાં વીજવાયરની વાવણી થઇ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
- text
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાળીયા તાલુકામાં વાવાઝોડાની વ્યાપક અસર રહેતા અનેક વીજ પોલ ધરાશયી થયા છે, ખાસ કરીને માળીયા તાલુકાના મોટા દહીસરા ગામ, વિવેકાનંદ નગર, બુઢિહારી માતાજી મંદિર તરફની સીમમાં ખાનગી પવન ચક્કીના હાઈ વોલ્ટેજના વીજ તાર, વાવાઝોડામાં જમીન દોસ્ત થયા બાદ આ વીજતાર પુનઃ સ્થાપિત કરવામાં ન આવતા આ પંથકની અંદાજે 500 વીઘા જમીનમાં સારા વરસાદ બાદ પણ ખેડૂતો વાવણી ન કરી શકતા ખેડૂતોમાં દેકારો બોલી ગયો છે અને વહેલી તકે આ જીવતા વીજવાયરો પૂર્વવત કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ ઉઠાવી છે.
- text