- text
જાગૃત લોકોએ અકસ્માત ન થાય તે માટે કુંડી પાસે બેરીકેટેડ મૂક્યું પણ તંત્રની ઉંઘ ન ઉડી
મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે ચોકડીની વચ્ચોવચ ભૂગર્ભ ગટરની ખુલી કુંડી હોય જોખમી બની છે. જો કે જાગૃત લોકોએ અકસ્માત ન થાય તે માટે કુંડી પાસે બેરીકેટેડ મૂક્યું પણ તંત્રની ઉંઘ ન ઉડી ન હોવાથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે.
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેની ચોકડીની વચ્ચોવચ ભૂગર્ભ ગટરની કુંડીનું ઢાંકણું ધણા સમયથી ગાયબ છે. એટલે ભારે મુસાફરોની ભીડ અને અતિશય વાહન વ્યવહાર ધરાવતા આ બસ સ્ટેન્ડ પાસે ખુલ્લી ભૂગર્ભ ગટરની કુંડી જોખમી બની છે. આથી અમુક જાગૃત લોકોએ ખુલ્લી ભૂગર્ભ ગટરમાં વાહન કે કોઈ વટેમાર્ગુ ન પડે તે માટે સાવચેતીના ભાગરૂપે બેરીકેટેડ મૂક્યું છે. જો કે બેરીકેટેડ મુકવાથી અકસ્માત ન થાય પણ સમસ્યા યથાવત રહી છે. આમ છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી.
- text
- text