તોબા… તોબા… મોરબીની બેન્ક ઓફ બરોડાથી ભગવાન બચાવે

- text


પૈસાની લેતી, દેતી માટે રવાપર રોડ શાખામાં એક જ બારી : સિનિયર સિટીજનોને ભારે હાલાકી 

મોરબી : દિવસેને દિવસે સરકારી બેંકોનું ભાવી ખતરામાં મુકાયું છે છતાં પણ ગ્રાહકોને સુવિધા આપવામાં સરકારી બેંકો ઠાગાઠૈયા કરી રહી હોય જેનો સીધો જ ફાયદો ખાનગી બેંકોને થઈ રહ્યો છે. આ સંજોગોમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ બેન્ક ઓફ બરોડાની પણ આવી જ હાલત હોય મને કમને બેંકમાં જતા ગ્રાહકોને હાલાકીનો ભોગ બની રહ્યાની ફરિયાદ ઉઠી છે.

મોરબી શહેરમાં આવેલી બેંક ઓફ બરોડાની મોટાભાગની શાખાઓથી ગ્રાહકો સંતુષ્ઠ નથી ત્યારે ખાસ કરીને રવાપર રોડ ઉપર આવેલી બેન્ક ઓફ બરોડાની ઘોલકા જેવી શાખામાં નાણાકીય લેતીદેતી માટે આવતા ગ્રાહકોને ટોકન રૂપે લોલિપપ પકડાવી દેવામાં આવે છે અને બાદમાં ગ્રાહકો કલાકો સુધી પોતાનો આવવાની રાહમાં જોતરાઈ જાય છે.

- text

આશ્ચર્ય તો એ વાતનું છે કે રવાપર રોડ શાખામાં દરરોજ અસંખ્ય ગ્રાહકો નાણાકીય લેતીદેતી માટે આવતા હોવા છતાં બેન્ક દ્વારા માત્ર એક જ કેશબારી રાખવામાં આવી છે પરિણામે ખાસ કરીને બેંકમાં આવતા સિનિયર સીટીઝન કલાકો સુધી પોતાના કામ માટે બેસી રહેવું પડે છે, જો કે, અહીં બેસવા માટે પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાનું બેન્કના ગ્રાહકો જણાવી રહ્યા છે અને બેન્ક દ્વારા સત્વરે રોકડ ઉપાડ જમા કરવા વધારાની વ્યવસ્થા કરે તેવી માંગ ગ્રાહકો ઉઠાવી રહ્યા છે.

- text