ખાખીની ખેલદિલી ! ધોમધખતા તાપમાં છતરના વૃધ્ધ દંપતીને ઘેર પહોચાડ્યું 

- text


ટંકારા : પોલીસ પ્રજાનો મિત્ર હોવાની ઉક્તિને ટંકારા પોલીસે ખરા અર્થમાં સાર્થક કરી ધોમધખતા તાપમાં હેરાન થતા વૃધ્ધ નિઃસહાય દંપતીને છત્તર ગામે તેમના ઘેર સુધી પહોંચાડી વૃધ્ધ દંપતીના આશીર્વાદ મેળવ્યા હતા.

વયોવૃદ્ધ અને એક્લવાયુ જીવન જીવતા નાગરીકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખવા સરકારની વિશેષ સુચનાને ધ્યાને લઈ પોલીસ પ્રજાનો મિત્ર છેએ સુત્રને મોરબી જિલ્લા પોલીસ સાર્થક કરી રહી છે. ખાસ કરીને સિનિયર સીટીઝનની સેવા, સુરક્ષા માટે સી ટિમ દરેક પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે ત્યારે ટંકારા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી એચ.આર.હેરભાના ધ્યાનમા છતર ગામના વયોવૃદ્ધ દંપતી રાયધનભાઈ અને બધીબેન પરમાર ધોમધખતા તાપમાં મામલતદાર કચેરી ખાતે વુધ્ધ પેન્સન કામે આવ્યા હતા ત્યારે એનજીઓ અને બાળ મિત્ર સાથે હોય દાદા – દાદીને છતર ગામે પોલીસ વાનમાં મુકી જરૂરી કામકાજ માટે વિનંતી કરતા ટંકારા પોલીસના મોનિકાબેન પટેલ અને જયપાલસિંહ ઝાલાએ માનવતા મહેકાવી વૃદ્ધ દંપતીને સુરક્ષિત ઘેર પહોંચાડી ખરી ફરજ નિભાવી હતી.

- text

- text