- text
મોરબી : મોરબીના જુના -નવા સાદુંળકા ગામના રવેન્યુમાંથી લક્ષ્મીનગર, ભરતનગર, અમરનગરને અલગ મહેસુલી ગામ જાહેર કર્યા હોય પણ જુના સાદુંળકા ગામના સરપંચ અને રાજપૂત કરણી સેનાએ વાંધો ઉઠાવી આ વહેંચણી તેમની જાણ બહાર કરી હોવાનું જણાવીને આ બાબતે કલેકટરને આવેદન પઠાવી યોગ્ય કાર્યવાહી કરવાંની માંગ કરી છે.
મોરબીના સાદુળકા ગામના સરપંચ રાજભા ઝાલા અને મોરબી જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ મનોજસિંહ જાડેજા સહિતની ટીમે કલેકટરને આવેદન આપીને જણાવ્યું હતું કે, જુના સાદુળકા તથા નવા સાદુળકા રેવન્યુ રકબામાંથી લક્ષ્મીનગર, ભરતનગર અને અમરનગરને મહેસુલી ગામ જાહેર કરવામાં આવેલ છે, તથા સર્વ નંબરોની વહેંચણી કરવામાં આવેલ છે જેમાં સાદુળકા ગામને માત્ર 152 થી 195 સર્વે નંબર મળેલ છે. જે અયોગ્ય છે. અગાઉ પ્રાંત અધિકારી દ્વારા વહેંચણી બાબતે મિટિંગ કરી હતીજેમાં સાદુંળકાના ગામતળ સર્વે નંબર 53ની આજુબાજુમાં આવતા સર્વે નંબરોની માંગણી કરી હતી જે ધ્યાને લેવામાં આવેલ નથી તથા આ રજુઆતો વ્યાજબી હોવા છતાં ન્યાય મળેલ નથી જુના સાદુળકા ગામને જાણ બહાર તથા વિશ્વાસમાં લીધા સિવાય જ આ વહેંચણી થયેલ છે અગાઉ તેઓએ પ્રાંત અધિકારી મોરબીને લેખિતમાં વાંધા અરજી કરેલ પણ કોઈ પણ જવાબ મળેલ નથી આ બાબતે જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમો આંદોલન કરીશું તેવી ચીમકી આપી છે.
- text
- text