- text
મોરબીના વિસીપરા નજીક અમરેલી રોડ ઉપર નળિયાના કારખાનામાં બનેલી ઘટના
મોરબી : મોરબીના વિસીપરા નજીક અમરેલી રોડ ઉપર આવેલ નળિયાના કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમિકો વચ્ચે ન્હાવા જેવી નજીવી બાબતમાં ઝઘડો થયો હતો અને મારે પહેલા નહાવું છે કહી એક ઈસમે બહારથી માણસો બોલાવી શ્રમિક પરિવાર ઉપર તલવાર લાકડી વડે હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિસીપરા નજીક અમરેલી રોડ ઉપર આવેલ વિશાલદીપ નળિયાના કારખાનામાં કામ કરતા કિશનભાઇ રવિભાઈ ચૌહાણ ગઈકાલે પ્રેસખાતામાં કામ પૂરું કરી કારખાનાના બાથરૂમમાં ન્હાવા જતા આરોપી યુસુફભાઇ કરીમભાઇ મિયાણા ત્યાં આવ્યો હતો અને મારે પહેલા નહાવું છે કહી કિશનભાઇ સાથે ઝઘડો કરી પ્લાસ્ટિકની ડોલ મારી દેતા કિશનભાઇ અને તેમના પત્ની તેમજ તેમનો નાનો ભાઈ ગૌતમ ત્યાંથી ચાલ્યા ગયા હતા.
- text
બાદમાં આરોપી યુસુફ હાથમાં તલવાર લઈને કિશનભાઈની ઓરડીએ આવ્યો હતો અને કહ્યું હતું કે, મેં મારા કુટુંબીઓને બોલાવ્યા છે, હમણાં તમારો વારો છે કહ્યું હતું અને થોડીવારમાં એક રીક્ષામાં બે અજાણ્યા મહિલા અને બે પુરુષો આવ્યા હતા અને કિષ્નભાઈના પરિવાર ઉપર તલવાર લાકડી વડે હુમલો કરતા કિશનભાઇને અને તેમના નાનાભાઈ સંજયને તલવારથી ઇજા પહોંચી હતી જયારે અન્ય પરિવારજનોને લાકડી વડે માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે યુસુફ સહિતના પાંચેય આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 143, 147, 148, 149, 323, 324, 504, એટ્રોસિટી એક્ટ તેમજ જીપી એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text