ભર ઉનાળે મહેન્દ્રનગર વિસ્તારમાં એક લાખની વસ્તી તરસી

- text


મહેન્દ્રનગર ગામે પાણીની સમસ્યા દૂર કરવા તાકીદે નવી પાણી પુરવઠા યોજના ચાલુ કરવા જિલ્લા પંચાયત ઉપપ્રમુખની પાણી પુરવઠા મંત્રીને રજુઆત

મોરબી : મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામ અને આજુબાજુની એક લાખની વસ્તી પાણી માટે તરસી રહી હોય પાણીની સમસ્યા તાકીદે દૂર કરવા અને નવી પાણી પુરવઠા યોજના ચાલુ કરવા રાજ્યના પાણી પુરવઠા મંત્રીને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે રજુઆત કરી છે.

- text

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ રાજ્યના પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને લેખિતમાં રજુઆત કરી હતી કે, મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર અને આજુબાજુના વિસ્તારોમાં પાણીની મોટી સમસ્યા છે. જો કે આ પાણીની સમસ્યા હલ કરવા માટે સરકાર દ્વારા નવી પાણી પુરવઠાની યોજના અમલમાં આવી છે. પણ હજુ સુધી આ પાણી પુરવઠાની યોજના ચાલુ કરવામાં આવી નથી. જો આ પાણી પુરવઠાની યોજના ચાલુ કરવામાં આવે તો મહેન્દ્રનગર અને આસપાસની વસ્તી અંદાજે 1 લાખ લોકોને પાણી વિના હાલાકી ભોગવવી નહિ પડે. આથી મહેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી આપવા માટે તાકીદે આ નવી પાણી પુરવઠાની યોજના ચાલુ કરવાની માંગ કરી છે.

- text