મોરબીમાં ઘરમાં ખાતર પાડનાર ચોકીદારની તો આખી ગેંગ નીકળી : ૩ની ધરપકડ, ૪ની શોધખોળ

- text


એલસીબી અને એ ડિવિઝન પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો : જુના ચોકીદારે ચોરીનો પ્લાન ઘડયા બાદ નવાને નોકરી એ રખાવ્યા, પછી બધાએ ભેગા મળી ચોરીને અંજામ આપ્યાનો ઘટસ્ફોટ

મોરબી : મોરબીના કાયાજી પ્લોટમાં રહેણાંક મકાનમાં થયેલ ચોરીમાં એલસીબી અંર એ ડિવિઝન પોલીસે ૨ મહિલા સહિત ૩ આરોપીઓને પકડી પાડ્યા છે. હજુ અન્ય ૪ આરોપીઓ ફરાર હોય તેઓને શોધી કાઢવા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૩૦/૦૪/૨૦૨૩ થી તા.૦૧/૦૫/૨૦૨૩ દરમિયાન હિમાંશુભાઇ ચંદ્રકાંતભાઇ ચંડીભમ્મર રહે. કાયાજી પ્લોટ, મેઇનરોડ, નગરપાલીકા કોમ્યુનીટી હોલની બાજુમાં મોરબી વાળાને ઘરે ચોરી થઈ હોય તેમનો ચોકીદાર સદેબહાદુર તથા તેની પત્ની બિંદુ બન્ને હાજર ન હોય, આ બાબતે મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે. ખાતે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ તથા મોરબી સિટી એ ડિવી. પો.સ્ટે.ના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ પકડી પાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના માણસોને હકિકત મળેલ કે, ગુનાને અંજામ આપનાર રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી કે જે હાલે શકિત પ્લોટ, શેરી નં-૦૨, HDFC બેંકની પાછળ, મોરબી નવા બનતા બિલ્ડીંગની ચોકીદારી કરે છે તે તથા તેનો દિકરો તથા ચોકીદાર સદેબહાદુર તથા તેની પત્ની બિંદુ કે જે ખરેખર સદે બહાદુરની પત્ની ન હોય પરંતુ પત્ની તરીકે સાથે રહેતી હોય તે તથા સદેબહાદુરની સાળી બિન્દ્રા એમ બધાએ મળી આ ગુનાને અંજામ આપેલ હોય જે રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી કે જે હાલે શકિત પ્લોટ, શેરી નં-૦૨, HDFC બેંકની પાછળ, મોરબી ખાતે હોવાની ચોકકસ હકિકત મળતા તુરતજ આ જગ્યાએ તપાસ કરતા મજકૂર રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી તથા તેના કાકાની દિકરી બહેન દર્શના વા/ઓ મનીષભાઇ વિશ્વકર્મા/નેપાળી તથા તેનો બનેવી મનીષ કૈલાશ ઉર્દુ કેલે વિશ્ર્વકર્મા/નેપાળી વાળાઓ મળી આવતા જે ઓરડીની ઝડતી તપાસ કરતા ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના, રોકડા રૂપીયા, તથા કાંડા ઘડીયાળ મળી કુલ રૂ. ૮,૫૩,૫૨૦/- મળી આવેલ હતા.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી રામબહાદુર ઉર્ફે જોખીયો નેપાળી પોતે તથા પોતાના દિકરા વિનોદે આ રહેણાંક મકાનમાં ચોરી કરવાનુ અગાઉ નકકી કરેલ હોય પરંતુ પોતે ચોરી કરે તો પોતાની ઉપર શંકા જાય તેમ હોય જેથી પોતાના વતન બાજુના ગામના સદે ઉર્ફે શકિત વિશ્ર્વકર્મા નેપાળી રહે.મારકોટ વોર્ડ નં-૦૯ તા.જી.કાલીકોટ (નેપાળ દેશ) તથા બીંદુ લક્ષ્મીરામ જૈશી રહે. મુંબઇ મુળ નેપાળ તથા સદેની સાળી બીન્દ્રા રહે. મારકોટ વોર્ડ નં-૦૯ તા.જી.કાલીકોટ (નેપાળ દેશ) વાળીને બોલાવી બધા સાથે મળી સદરહુ ઘરમાં ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. ચોરીને અંજામ આપી સદેબહાદુર તથા તેની સાથેની બન્ને સ્ત્રીઓ તેઓના ભાગનો મુદામાલ લઇને ભાગી ગયેલ અને પકડાયેલ રામબહાદુરના ભાગમાં આવેલ ચોરીનો માલ રાખવા પોતાની કાકાની દિકરી બેન દર્શના વા. ઓ. મનીષ સ./ઓ. કેલે ઉર્ફે કૈલાસ કામી વિશ્વકર્મા /નેપાળી તથા તેના પતી મનીષ રહે. હાલ મુન્દ્રા વાળાને બોલાવેલ હતા.

- text

હાલ પોલીસે સદે ઉર્ફે શકિત ચંદ્રે કામી શાહ વિશ્ર્વકર્મા નેપાળી રહે.મારકોટ, બીંદુ લક્ષ્મીરામ જેશી રહે. મુંબઇ મુળ નેપાળ, બીન્દ્રા રહે, મારકોટ વોર્ડ નં-૦૯ તા.જી.કાલીકોટ (નેપાળ), વિનોદ રામબહાદુર ઉર્ફે જોખીયા વિશ્ર્વકર્મા/નેપાળી ઉ.વ. ૫૫ રહે. હાલ મોરબી નરસંગ ટેકરી કર્મપેલેસ વાળા ફરાર આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ કામગીરીમાં ડી.એમ.ઢોલ- પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., એચ.એ.જાડેજા- પોલીસ ઇન્સ. મો.સી. એ ડીવી. પો.સ્ટે. તથા PSI કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, તથા કે.એચ.ભોચીયા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબી મોરબી સીટી એ ડીવી. પોલીસ સ્ટાફ મદદમાં રહેલ હતા.

- text