- text
ગાંધી ચોક નજીકનું શોપિંગ સેન્ટર જર્જરિત હોય ભાડુંઆતોએ ચીફ ઓફિસરને રજુઆત કરી
મોરબી : મોરબીના ગાંધીચોક આવેલા વર્ષો જુના રિલાયન્સ શોપિંગ સેન્ટર લાંબા સમયથી જર્જરિત હોય ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જવાની ભીતિ હોવાથી શોપિંગ સેન્ટરના ભાંડુંઆતોએ ચીફ ઓફિસરને રજુઆત કરીને શોપિંગ સેન્ટરના માલિક તાત્કાલીક રીતે રીનોવેશન કરે તેવો હુકમ કરવાંની માંગ કરી છે.
મોરબીના ગાંધીચોકમાં આવેલ રિલાયન્સ શોપિંગ સેન્ટરમાં દુકાનો ધરાવતા ભાડુઆત વેપારીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટીદારને રજુઆત કરી હતી કે, તેમનું શોપિંગ સેન્ટર લાંબા સમયથી જર્જરિત થઈ ગયું છે. આ શોપિંગ સેન્ટરમાં પોપડા ખરે છે. ગમે ત્યારે પોપડા ખરતા હોય મોટી દુર્ઘટના બનવાના એંધાણ વર્તાય છે. જો કે આ શોપિંગ સેન્ટરના માલિક અને ઓથોરાઈઝડને અનેક વખત રજુઆત કરવા છતાં આ શોપિંગ સેન્ટરને તેઓ રીનોવેશન કરાવતા નથી. ત્યારે જાહેર બિલ્ડીંગ કે ખાનગી બિલ્ડીંગ જર્જરિત હોય તો તંત્રએ તાત્કાલિક હુકમ કરીને એના માલિક પાસેથી રીનોવેશન કરાવવુ જોઈએ. જો કે લાંબા સમયથી રીનોવેશન ન થતા તંત્ર અને માલિક વચ્ચે મિલીભગત હોવાનો પણ આરોપ મૂકી મોટી દુર્ઘટના થાય તે પહેલાં આ શોપિંગને રીનોવેશન કરાવવા માટેનો આદેશ બહાર પાડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
- text
- text