મોરબીમા ચેક રિટર્ન કેસમાં તામિલનાડુના વેપારીને એક વર્ષની કેદ અને બમણી રકમ ચૂકવવા આદેશ

- text


મોરબી : મોરબીની સિરામિક ફેક્ટરીમાંથી લાખો રૂપિયાનો માલ ખરીદ કર્યા બાદ તામિલનાડુના વેપારીએ આપેલો ચેક રિટર્ન થતા મોરબી નામદાર કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપી વેપારીને ચેકની બમણી રકમ ચૂકવવા આદેશ કરી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો મોરબીના પીપળી – જેતપર રોડ ઉપર આવેલ લેમોરેક્ષ સિરામિક ફેક્ટરીમાંથી તામિલનાડુના થિરુકાદુયુરના વેપારી જે.સ્ટાલિન જયકુમારએ 2,22,329નો માલ ખરીદ કરી બદલામાં ચેક આપ્યો હતો જે ચેક રિટર્ન થતા સિરામિક કંપની દ્વારા નામદાર મોરબી કોર્ટમાં ચેક રિટર્ન અંગે દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગેનો કેસ ચાલી જતા નામદાર મોરબી કોર્ટે આરોપી જે.સ્ટાલિન જયકુમારને 4,44,658 રૂપિયા એટલે કે બમણી રકમ ચૂકવવા આદેશ કરવાની સાથે એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ કેસમાં ફરિયાદ પક્ષે એડવોકેટ એન.ટી.અઘારા રોકાયા હતા.

- text

- text