- text
વાત્સલ્ય ફાઉન્ડેશન અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટનું સેવાકીય આયોજન : યુગલોના પોતાના માતા-પિતાની હાજરીમાં હિન્દૂ ધર્મ મુજબ રીતિ રિવાજથી લગ્ન કરી અપાશે
મોરબી : ઘણા યુગલો કે જેમને પ્રેમ લગ્ન કે રજીસ્ટર્ડ લગ્ન કર્યા બાદ હિન્દૂ ધર્મ મુજબ તેઓના લગ્ન થયા નથી. આવા યુગલો માટે વાત્સલ્ય ફાઉન્ડેશન અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૮મીએ “શાસ્ત્રોકત સાત ફેરા” નું આયોજન કરવામાં આવ્યું છે.
દરેક કન્યાનું સ્વપ્ન હોય કે શણગાર સજી દુલ્હન બનું, સપના દરેક યુવકના પણ હોય ઘોડે ચડવાના, પણ સંજોગોવશ તે ના કરી શક્યા હોય અને માત્ર રજીસ્ટર્ડ લગ્ન કર્યા હોય તેવા યુગલોના સપનાઓ પુરા કરવા વાત્સલ્ય ફાઉન્ડેશન-મોરબી અને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા “શાસ્ત્રોકત સાત ફેરા” નું આયોજન કરેલ છે. જેમાં રજીસ્ટર્ડ મેરેજ કરેલા યુગલોને પોતાના માતા-પિતાની હાજરીમાં હિન્દૂ ધર્મ મુજબ સાત વચનોના સાત ફેરા ફેરવી તેમની રીતિ રિવાજ મુજબ લગ્ન કરી આપવામાં આવશે. કદાચ ગુજરાતમાં આ આવો પહેલો લગ્નોત્સવ હશે. જેમાં પરિવારના સભ્યો રજીસ્ટર્ડ લગ્ન વાળા યુગલોને હિન્દૂ ધર્મ મુજબ લગ્નો કરવી સાંસારિક જીવન માં સફળ થવાના આશીર્વાદ આપશે.
- text
આ લગ્નોત્સવ આગામી જેઠ સુદ આઠમ ને રવિવાર તારીખ ૨૮/૦૫/૨૦૨૩ ના રોજ મોરબી ખાતે યોજાશે, આ લગ્નોત્સવ માં ભાગ લેવા માંગતા યુગલો તારીખ ૦૮/૦૫ ૨૦૨૩ થી ૨૨/૦૫/૨૦૨૩ શુધીમાં “વાત્સલ્ય” પ્રાગટય ક્લિનિક, આંબેડકર કોલોની, રોહિદાશ પરા મેઈન રોડ, મોરબી ખાતેથી સવારે ૧૦ થી ૧ અને બોપરે ૪ થી ૮ સુધીમાં ફોર્મ મેળવી શક્શે વધુ વિગત માટે ડો. પરેશ પારીઆ-૮૭૩૨૯૧૮૧૮૩ અને ડો. હાર્દિક જેસ્વાણી-૯૨૨૮૮૦૦૧૦૮ નો સંપર્ક કરો.
- text