- text
એલસીબી અને એ ડિવિઝનની પોલીસ ટીમો દ્વારા અલગ -અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો
મોરબી : મોરબીમાં કાયાજી પ્લોટ મેઇન રોડ ઉપર ઘરેમાંથી રૂ. 27.57 લાખ સોનાના દાગીના અને રોકડની ચોરી પ્રકરણમાં પોલીસે ચોકીદાર નેપાળી શખ્સ અને તેની પત્ની વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે નેપાળી દંપતીને ઝડપી લેવા પાંચ ટિમો કામે લગાડી છે.
મોરબીના કાયાજી પ્લોટ મેઇન રોડ નગરપાલીકા કોમ્યુનીટી હોલની બાજુમા રહેતા અને ટંકારા તાલુકાના હડમતીયા ગામે પવનસુત પોલીપેક નામનું કારખાનુ ચલાવતા હિંમાશુભાઇ ચંદ્રકાંતભાઇ ચંડીભમ્મર કે જેઓ પરિવાર સાથે રાજકોટમાં ભાગીદારના ઘરે રાંદલનો પ્રસંગ હોય ત્યાં ગયા હતા. તે અરસામાં ઘરે ચોરી થઈ જતા તેઓએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ચોકીદાર દંપતીએ ઉદ્યોગપતિના ઘરમાં કબાટમા રાખેલ સોનાના દાગીના તોલા 51.5 ગ્રામ કિ.રૂ.10,30,000 તથા ચાંદીના દાગીના કિ.રૂ.16,500 તથા રોકડ રૂ.15,11,000 મળી કુલ મુદામાલ રૂ.25,57,500 નો મુદામાલ અને સી.સી.ટી.વી. કેમેરાનુ ડી.વી.આર પણ ચોકીદાર તરીકે કામ કરતો સદે બહાદુર વિશ્વકર્મા તથા તેની પત્ની બિંદુ સદે બહાદુર વિશ્વકર્મા ઉઠાવી ગયા હતા. આથી પોલીસે આ નેપાળી ચોકીદાર દંપતીને ઝડપી લેવા પોલીસે એલસીબી અને એ ડિવિઝન, સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ સહિતની પાંચ ટીમો બનાવીને કામે લગાડી છે અને જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.
- text
- text