ડો.બાબા સાહેબની જન્મજયંતિએ મોરબી જિલ્લામાંથી 25 હજાર લોકો રેલી સ્વરૂપે ગાંધીનગર જશે

- text


100 કાર અને 50 બસ ઉપરાંત ટ્રેન મારફતે લોકો ગાંધીનગર પહોંચી ત્યાંના મહોત્સવમાં હાજરી આપશે

મોરબી : ડો.બાબા સાહેબની જન્મજયંતિએ મોરબી જિલ્લામાંથી 25 હજાર લોકો રેલી સ્વરૂપે ગાંધીનગર જશે. 100 કાર અને 50 બસ ઉપરાંત ટ્રેન મારફતે લોકો ગાંધીનગર પહોંચી ત્યાંના મહોત્સવમાં હાજરી આપશે.

ડો. બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે સ્વંયમ સૈનિક દળ દ્વારા મોરબી જિલ્લામાંથી 25 હજાર બૌધ્ધિસત્વ લોકો તેમજ સ્વયં સૈનિક દળના સૈનિકો એક વિશાળ રેલી જેમાં અંદાજે 100 કાર, 50 બસ, ટ્રેન તેમજ ડીજે સાથે ગાંધીનગર ખાતે જશે. તા.13ના રોજ રાત્રે 11:30 કલાકે ડો. બાબાસાહેબ આંબેડકરજીને માલ્યાર્પણ અને સલામી, નમન -વંદન કરીને મોરબી ગેંડા સર્કલ થઈને હળવદ, ધ્રાંગધ્રા, માલવણ ચોકડી, સાણંદ, એસ.જી. હાઇવે, સરખેજ થઈને અમદાવાદથી અડાલજ ખાતેથી 14 એપ્રિલ રોજ શરૂ થતાં ગાંધીનગર ખાતેના કાર્યક્રમમાં પહોંચશે. કાર્યક્રમ પૂર્ણ થયે તા.14ને સાંજે 6 કલાકે રેલી મોરબી રેલવે સ્ટેશને વિસર્જન થશે.

- text

- text