હળવદ પંથકમાં SMCના દરોડા બાદ PI પટેલ સસ્પેન્ડ 

- text


હળવદ : હળવદ પંથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોટાપાયે ચાલતા રેતી ચોરીના કૌભાંડ પર દરોડાની કાર્યવાહી કરાયા બાદ ડીજીપી દ્વારા હળવદ પોલીસ મથકના પીઆઇ એમ.વી. પટેલને સસ્પેન્ડ કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગત શનિવારે હળવદ તાલુકાના ચાડધ્રા નજીક બાહણી નદીમાં બેફામ રેતી ચોરી કરતા ખનિજ ચોરો પર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં 10 જેટલા હિટાચી મશીન અને 13 જેટલા ડમ્પર,13 બોટ, 01ડોજર મશીન,01 ટ્રેકટર,01 બોલેરો,25 મોટરસાયકલ સહિત 12 કરોડનો મુદામાલ કબજે કર્યો હતો અને 30 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનાને પગલે ડીજીપી વિકાસ સહાય દ્વારા પીઆઇ એમ.વી. પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

- text

- text