મોરબીની ક્રિષ્ના હોસ્પિટલને બેસ્ટ ઓર્થોપેડિક અને ટ્રોમા સેન્ટરનો એવોર્ડ એનાયત

- text


મોરબી : મોરબીની જાણીતી ક્રિષ્ના મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ટીવી18 દ્વારા બેસ્ટ ઓર્થોપેડીક અને ટ્રોમા કેર સેન્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સેરેમનીમાં ક્રિષ્ના મલ્ટી સ્પેશ્યોલિટી હોસ્પિટલના ડોક્ટર ડો. વિનોદ કૈલા, ડો.મયુર જાદવાણી, અને ડો.મનોજ કૈલા ઉપસ્થિત રહ્યાં હતાં અને એવોર્ડ સ્વીકાર્યો હતો. આ એવોર્ડ મળવા બદલ સમગ્ર ક્રિષ્ના મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને શિવમ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના તમામ ડોક્ટરની ટીમ તેમજ સ્ટાફ ગણને અભિનંદન મળી રહ્યા છે.

એવોર્ડ સેરેમનીમાં ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અમૂલ્ય માનવ જીવનને સુખી અને તંદુરસ્ત રાખવામાં ડોક્ટરોનો અમૂલ્ય ફાળો છે અને ભગવાન પછીનો બીજો જો કોઈ અવતાર હોય તો તે ડોક્ટરોનો છે. ડોક્ટરોને બિરદાવતા વધુમાં જણાવ્યું હતું કે, આપણા દેશમાં ક્યારેય પણ મહામારી અથવા કોઈ સંકટ આવે ત્યારે ડોક્ટરો નિસ્વાર્થ ભાવે માનવસેવામાં હંમેશા તત્પર રહે છે. તાજેતરમાં જ કોરોનાને નાથવા માટે તેમજ અલગ અલગ વિસ્તારોમાં થયેલા ડિઝાસ્ટર જેવી કે મોરબી પુલ દુર્ઘટના વગેરેમાં ડોક્ટરોનો સિંહ ફાળો રહેલો છે અને આ તકે હું ડોક્ટરોની આ નિઃસ્વાર્થ સેવા ભાવનાને બિરદાવું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આવી જ સેવા ભવિષ્યમાં મળતી રહે તેવી અપેક્ષા રાખું છું

મોરબીની ક્રિષ્ના મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક અને ટ્રોમા કેર માટે તમામ સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની ટીમ છે. જેમાં ડો. વિનોદ કૈલા, ડો. પ્રહલાદ ઉઘરેજા, ડો. મયુર જાદવાણી, ડો. યોગેશ વઘાસિયા, ડો. પાર્થ કણસાગરા, ડો. મનોજ કૈલા, ડો. સાગર ખાનપરા, ડૉ રીધમ ખંડેરીયા, ડો. ચાંદની ખાનપરા, ડો. હાર્દિક ઘોડાસરાનો સમાવેશ થાય છે અને આ ડોક્ટરોની એક્સપર્ટ ટ્રીટમેન્ટ દ્વારા ઓર્થોપેડિક ટ્રોમાને લગતી કોઈપણ પ્રકારની ઈજા અથવા તકલીફ હોય તો તેની એક જ સ્થળે સંપૂર્ણપણે સારવાર મળે છે જેવી કે હાડકાના તમામ જટિલ ફેકચર, વાહન અકસ્માત અને કારખાનામાં થતી ગંભીર ઇજાઓ, મણકાની ઈજાઓ તેમજ તમામ ઓપરેશનો,મગજ અને માથા ની કોઈપણ પ્રકારની ઈજા, હેમરેજ, મોઢા તથા જડબાની તમામ પ્રકારની ઈજા, પેટ છાતીની ઈજાઓ, હાથ અને પગના કોઈ ભાગનું કપાઈ જવું જેનું રિપ્લાન્ટેશન એટલે કે કપાઈ ગયેલા ભાગનું પ્રત્યારોપણ, કોઈપણ પ્રકારની નસની ઈજાઓ તેમજ સ્નાયુની ઇજાઓ અને તકલીફો, દૂરબીન થી થતા તાણીયાના એટલે કે લિગામેન્ટના તમામ ઓપરેશનો, રમતગમતમાં થતી તમામ ઇજાઓની સારવાર, હાડકા તથા સ્નાયુઓના તમામ પ્રકારના કેન્સરની સારવાર તેમજ ઓપરેશનો, સાંધો બદલવાના ઓપરેશનો (જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી), ના જોડાયેલા અથવા આડાઅવળા જોડાયેલા હાડકા ની લિંબ સાલવેજ સર્જરી સહિતના સારવાર આપવામાં આવી રહી છે

- text

- text