મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજ દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો

- text


મોરબી : મોરબીની આર. ઓ. પટેલ મહિલા કોલેજ દ્વારા બે દિવસીય શૈક્ષિણક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોમર્સ વિભાગની વિધાર્થિનીઓએ બેટ દ્વારકા ખાતે મરીન કેમ્પની મુલાકાત લીધી હતી.

કેમ્પમાં દરમિયાન વિદ્યાર્થીનીઓએ દરિયાઈ જીવસૃષ્ટિ જેવી કે પફર ફિશ, કરચલાં, સ્ટાર ફિશ, સી કકુમ્બર, દરિયાઈ ફૂલ, સાથોસાથ ભરતી-ઓટ, મેન્ગ્રુવના ઝાડ, કોરલ, દરિયાઈ લીલ, સ્ટાર ગેઝિંગ વગેરે વિશેની પ્રત્યક્ષ માહિતી કેમ્પના ગાઈડ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. મરીન કેમ્પ દરમિયાન રાત્રી રોકાણ ટેન્ટમાં કરવામાં આવ્યું હતું.

પ્રવાસના બીજા દિવસે “બ્લૂ ફ્લેગ બીચ” એવાં શિવરાજપુર બીચની મુલાકાત લીધી હતી જ્યાં જુદી જુદી વોટર રાઈડ જેવી કે વોટર બાઇક રાઇડ, વોટર રિંગ રાઇડ વગેરેનો વિદ્યાર્થિનીઓએ આનંદ માણ્યો હતો. ત્યારબાદ દ્વારકા ખાતે દ્વારકાધીશના મંદિરના દર્શનનો લ્હાવો પણ લીધો હતો. પ્રવાસનું સુચારું આયોજન થાય તે માટે કોમર્સ વિદ્યાશાખાના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ મયુર હાલપરા તથા કોમર્સ સ્ટાફગણમાં મિત્તલ મેમ, વંદના મેમ વગેરે ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text