ઝૂલતા પુલ કેસમાં જયસુખ પટેલની જામીન અરજી ફગાવાઈ

- text


કંપનીમાં પાંચ ડિરેકટરો હોય બેન્કના કામ માટે જામીન આપવાનું કારણ ગ્રાહ્ય ન રહ્યું

મોરબી : મોરબીના ચકચારી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જેલવાસ ભોગવી રહેલા અજંતા -ઓરેવાના મેનેજીંગ ડાયરેક્ટર જયસુખ પટેલે હાઇકોર્ટના આદેશ મુજબ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પીડિતોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવા માટે બેન્કના કામ માટે જામીન ઉપર મુક્ત થવા માટે કરેલી અરજી નામદાર મોરબી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

મોરબી ઝૂલતા પુલ કેસમાં 135 નિર્દોષ લોકોના મૃત્યુ થવા મામલે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા મૃતકોના પરિવારજનોને અને ઇજાગ્રસ્તોને વળતર ચુકવવા કરેલા આદેશને પગલે હાલમાં મોરબી જેલમાં રહેલા અજંતા -ઓરેવાના મેનેજીંગ ડાયરેક્ટર જયસુખ પટેલે અંદાજે 15 કરોડ જેટલી રકમની ચુકવણી માટે બેન્કના કામ સબબ જામીન ઉપર મુક્ત કરવા મોરબી કોર્ટ સમક્ષ અરજી કરી હતી. આ જામીન અરજી મામલે સરકારપક્ષ અને બચાવપક્ષ દ્વારા લંબાણપૂર્વકની દલીલોની સાથે દુર્ઘટના પીડિતોના બે વકીલો દ્વારા પણ જામીન અરજી સામે વાંધો રજૂ કરવામાં આવ્યા બાદ આજરોજ નામદાર મોરબી કોર્ટ દ્વારા જયસુખ પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. નામદાર કોર્ટ દ્વારા સરકાર પક્ષ દ્વારા કરવામાં આવેલી દલીલ અને ખાસ કરીને અજંતા કંપનીમાં પાંચ ડાયરેક્ટર હોય જામીન અરજી ફગાવી હતી.

- text

- text