ભાડા કરાર મામલે જીએસટી વિભાગના અયોગ્ય વલણ બાબતે નોટરી એસો. દ્વારા આવેદન

- text


જીએસટી સ્ટાફ યોગ્ય ખરાઈ કરવાને કે રૂબરૂ મુલાકાત લેવાને બદલે ભાડા કરારનો ક્ષતિવાળો રિપોર્ટને સાચો દર્શાવી દેતા ખોટી પેઢીઓ ધરાવનારા કરોડોની જીએસટી ચોરી કરતા હોવાના આક્ષેપ સામે નારાજગી

મોરબી : મોરબીમાં ભાડા કરારમાં જીએસટી ચોરી આક્ષેપ મામલે નોટરી એસો. દ્વારા જીએસટી કમિશનરને રજુઆત કરી છે અને નોટરીઓના સહી સિક્કા હોવાથી નોટરીઓ સામે તપાસ કરવામાં આવતી હોવાનું તેમજ નોટરી સાથે અણછાજતું વર્તન કર્યું હોવાનું જણાવ્યું છે.

- text

મોરબી નોટરી એસોસિએશને રાજ્યના જીએસટી કમિશનરને રજુઆત કરી હતી કે. મોરબીના નોટરી-વકીલો તેમના અરજદારના રહેણાંક કે વેપાર ધંધાના ભાડા કરાર કરતા હોય એમાં જીએસટી કચેરીએથી જીએસટી નંબર મેળવવો જરૂરી હોય છે. આ ભાડાં કરારની સંપૂર્ણ વિગતો જીએસટી કચેરીએ મોકલ્યા બાદ ત્યાંના સ્ટાફને યોગ્ય વેરિફિકેશન તેમજ સ્થળની મુલાકાત લઈ યોગ્ય ચકાસણી બાદ જ જીએસટી નંબર ઇસ્યુ કરાતા હોય છે. પણ જીએસટી કચેરીના સ્ટાફ અનિયમિત અને બરાબર ફરજ બજાવતા ન હોવાથી ખોટી પેઢીઓ ફાવી જાય છે. જીએસટી કચેરીના સ્ટાફની બરોબર ફરજના અભાવે નોટરીઓએ કરેલા અસલ ભાડા કરારની અપલોડ થયેલી ભાડા કરારની યોગ્ય ખરાઈ કર્યા વગર ક્ષતિવાળો રિપોર્ટ પણ સાચો માની ખોટી પેઢીઓ અને બોગસ કંપનીઓને જીએસટી નંબર આપી દેવામાં આવે છે. આ જીએસટી સ્ટાફની યોગ્ય તપાસ વગર જીએસટી નંબર ઇસ્યુ થવાથી ખોટા વ્યક્તિઓ ફાવી જાય છે અને કરોડોની જીએસટી ચોરી કરે છે. આવી રીતે ખોટી પેઢીઓ અને કંપનીઓએ કરોડોની જીએસટી ચોરી કરીને કૌભાંડ આચર્યું છે. બેનબરી લોકો જીએસટી સ્ટાફની આળસનો ગેરફાયદો ઉઠાવીને સરકારને ચુનો લગાવે છે.આથી ભાડા કરારમાં રહેતા નોટરીઓના સહી સિક્કાથી જીએસટી ચોરી કરનારની તપાસ કરનાર જીએસટી વિભાગ તેમની પાસે તપાસમાં આવે છે. આવું ભૂતકાળમાં બની ચૂક્યું છે. જેમાં નોટરી કમળાબેન મૂછડીયાને જીએસટી વિભાગ દ્વારા સમન્સ પાઠવનાર છે અને નોટરી સામે ઉગ્ર અને દાદગીરીભર્યું વર્તન તેમજ ધમકી આપવામાં આવી છે જેને નોટરીઓએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. આથી આ બાબતે યોગ્ય તપાસ કરવા અને ખોટી રીતે નોટરીઓને હેરાન ન કરવાની માંગ કરી છે.

- text