ખાખરાળા ગામે NSS યુનિટ દ્વારા 14 ફેબ્રુઆરીથી સાત દિવસીય શિબિર યોજાશે

- text


મોરબીઃ સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ મોરબીમાં એનએસએસ વિભાગ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ અંતર્ગત એનએસએસ યુનિટ દ્વારા 14 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી ખાખરાળા ખાતે સાત દિવસની વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિરના કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો 14 તારીખે સવારે 9-30 થી 11-30 દરમિયાન પ્રસ્થાન થશે. જ્યારે બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન ઉદ્ઘાટન સમારોહ યોજાશે. 15 ફેબ્રુઆરીએ સવારે પર્યાવરણ પ્રેમ વિષય પર કાર્યક્રમ યોજાશે જેમાં નવરંગ નેચરલ ક્લબ રાજકોટના પ્રમુખ વી.ડી. બાલા ઉપસ્થિત રહેશે. જ્યારે બપોરે યહ દેશ માંગે મોર વિષય પર બાળરોગ નિષ્ણાત, લેખક અને વક્તા ડો. સતીષભાઈ પટેલ વક્તવ્ય આપશે. તારીખ 16 ફેબ્રુઆરીના રોજ સવારે ફાયર સેફ્ટી સર્વિસ- ડેમોસ્ટ્રેશન યોજાશે જેમાં ફાયર શાખાનો તજજ્ઞ સ્ટાફ માર્ગદર્શન આપશે. જ્યારે બપોરે કૃતિશિલ દેશભક્તિ-યુવાનો પાસે અપેક્ષા વિષય પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જંયતિભાઈ ભાડેસિયા વક્તવ્ય આપશે. તારીખ 17 ફેબ્રુઆરીના રોજ સવારે માર્ગ સલામતી અંગે મોરબી ટ્રાફિક પોલીસના પીઆઆ પી.ડી. સોલંકી અને એઆરટીઓ આર.પી. પ્રજાપતિ માર્ગદર્શન આપશે જ્યારે બપોરે કાયમઅલી હજારી દ્વારા કવિતાનો કાર્યક્રમ યોજાશે. તારીખ 18 ફેબ્રુઆરીના રોજ શ્રમકાર્ય અને પર્યાવરણ જતન કાર્યક્રમ યોજાશે. 19 ફેબ્રુઆરીના રોજ સવારે આંખ નિદાન કેમ્પ યોજાશે જેમાં તમન્ના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ- રાજકોટના નિષ્ણાત હનિફભાઈ મેમણ ઉપસ્થિત રહેશે. જ્યારે બપોરે મોરબીના અનવર વાલેરા અને નૌશાદ મીર સૂર સંગીતનો જલસો કરાવશે. અને અંતિમ દિવસે 20 ફેબ્રુઆરીનના રોજ સવારે શુભેચ્છા મુલાકાત અને બપોરે શિબિરનું સમાપન થશે.

- text

આ સમગ્ર શિબિર સમારોહના અધ્યક્ષ પદે સર્વોદય એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ પ્રદિપભાઈ વોરા અને ઉદઘાટક તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એનએસએસ વિભાગના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડો. એન.કે. ડોબરીયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે મગનભાઈ વડાવિયા (ડાયરેક્ટર, ક્રિભકો, નવી દિલ્હી), રજનીભાઈ મહેતા ( મંત્રી, સર્વોદય એજ્યુકેશન સોસાયટી), ડો. દિલીપભાઈ પૈજા ( પૂર્વ પ્રિન્સિપાલ અને કથાકાર), ભુપતભાઈ સવસેટા (સભ્ય, મોરબી તાલુકા પંચાયત), નાગદાનભાઈ સવસેટા (સરપંચ, ખાખરાળા ગામ), અને મહેન્દ્રભાઈ વાઘડિયા (આચાર્ય, ખાખરાળા તાલુકા શાળા) હાજરી આપશે. તો આ કાર્યક્રમમાં પધારવા સૌને એનએસએસ કો-ઓર્ડિનેટર ડો. આર.કે. વારોતરિયા અને પ્રિન્સિપાલ પ્રો. કે.આર.દંગી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text