મોરબી એલસીબીએ રૂ.૧૩.૮૨ લાખનો વિદેશી દારૂ અને બિયર ભરેલો ટ્રક પકડ્યો

- text


 

પૂંઠાના સ્ક્રેપની આડમાં દારૂ મહારાષ્ટ્રથી કચ્છ લઈ જવાતો હતો : એલસીબીએ અણિયારી ટોલનાકે ટ્રક ઝડપ્યો, 2ની ધરપકડ

 

મોરબી : ટ્રકમાં પુઠાના સ્ક્રેપની આડમાં વિદેશી દારૂ ભરેલો ટ્રક મહારાષ્ટ્ર થી કચ્છ તરફ જઈ રહ્યો હોય મોરબી એલસીબીએ અણીયારી ટોલનાકા પાસે તેને પકડી પાડ્યો છે. જેમાંથી રૂ.૧૩.૮૨ લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબીને બાતમી મળી હતી કે અમદાવાદ તરફથી MH-04-GC-1724 નંબરનો એક ટ્રક માળીયા મિ. તરફ આવનાર છે. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવતા હકીકત વાળી ટાટા ટ્રક નીકળતા તેને અટકાવાયો હતો. જેની તલાશી લેતા તેમાં પૂંઠાની આડમાંથી રોયલ બ્લુ મલ્ટ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૬૦૦ કિ.રૂ.૧,૮૦,૦૦૦/-, રોયલ બ્લુ મલ્ટ વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૮૪૦ કિ.રૂ.૩,૮૪,૦૦૦/-, રોયલ બ્લેક ઓરેન્જ વોડકાની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૮૮ કિ.રૂ. ૮૬,૪૦૦/-, રોયલ બ્લેક ઓરેન્જ વોડકાની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ – ૧૧૫૨ કિ.રૂ.૧,૧૫,૨૦૦/-, રોયલ બ્લેક એપલ વોડકાની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ- ૨૬૪ કિ.રૂ.૭૯,૨૦૦/-,રોયલ બ્લેક એપલ વોડકાની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૦૫૬ કિ.રૂ.૧,૦૫,૬૦૦/-, કીંગ ફિશર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયર ટીન ૫૦૦ એમ.એલ.ના નંગ- ૪૩૨૦ કિ.રૂ. ૪,૩૨,૦૦૦/- મળી કુલ રૂ.૧૩.૮૨ લાખનો જથ્થો મળી આવેલ હતો.

આ સાથે પોલીસે જીજ્ઞેશભાઇ પ્રવિણભાઇ પટેલ ઉ.વ.૩૪ ધંધો ડ્રાઇવીંગ રહે. હાલ બોયસર, પામ તા.જી.પાલઘર (મહારાષ્ટ્ર) મુળ રહે.જાખરીયા તા.જી.આણંદ અને પોપટભાઇ ઉર્ફે રમેશ બાબુભાઇ નળમળ જાતે રાવળદેવ ઉ.વ.૨૮ રહે. હાલ સુઇગામ, રાવળવાસ તા.સુઇગામ જી.બનાસકાંઠા મુળ રહે.નાનાપુરા તા.રાધનપુર જી.પાટણવાળાની ધરપકડ કરી હતી. જ્યારે ટાટા ટ્રકમાં માલ ભરાવી આપનાર રમેશભાઇ રહે.વાપી અને ટાટા ટ્રક નંબર MH-04-GC-1724ના માલીક સામે ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરાઈ છે.

- text

પોલીસે વિદેશી દારૂ અને બિયરના જથ્થા ઉપરાંત રોકડા રૂપીયા-૬૬૩૦/- તથા ટાટા ટ્રક ગાડી નંબર- MH-04-GC-1724 કી.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કી.રૂ.૧૮,૯૯,૦૩૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પો.સ.ઇ. કે.જે.ચૌહાણ, એન.એચ. ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતો.

- text