હવે રાજકોટના ધક્કા નહીં ! મોરબીમાં પરમીટ ધારકો માટે વાઇનશોપ મંજૂર

- text


 

મોરબીની ગ્રાન્ડ વૈભવ હોટલને વાઇનશોપની પરમિશન, ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે વાઇનશોપ

મોરબી : ગુજરાત સરકાર દ્વારા મોરબીમાં પરમીટધારકો માટે વાઇન શોપ મંજૂર કરવામાં આવી છે. જેમાં મોરબીની ગ્રાન્ડ વૈભવ હોટલને વાઇનશોપની મંજૂરી આપવામાં આવી છે જેથી હેલ્થ પરમીટ ધરાવતા લોકો તેમજ ખાસ કરીને મોરબી આવતા ટુરિસ્ટને બિયર, વ્હીસ્કી, વોડકા કે વાઇન માટે રાજકોટ સુધી લાબું નહિ થવું પડે.

રાજ્યના મોટાભાગના ઔદ્યોગિક હબ ગણાતા જિલ્લામા સરકાર દ્વારા વાઇનશોપની પરમિશન આપવામાં આવી છે, જો કે વર્ષ 2013મા સીરામીક સીટી મોરબી જિલ્લો બનવા છતાં મોરબી જિલ્લામાં એક પણ વાઇનશોપને સરકારે મંજુરી આપી ન હતી ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા મોરબીની ગ્રાન્ડ વૈભવ હોટલને વાઇનશોપની મંજૂરી આપવામાં આવી છે.

- text

દરમિયાન મોરબી ગ્રાન્ડ વૈભવ હોટેલના મુકેશભાઈ લિખિયાએ વાઇનશોપની મંજૂરી અંગે જણાવ્યું હતું કે, વાઇનશોપની મંજૂરી મળતા હવે ટૂંક સમયમાં જ હોટેલમાં વાઇનશોપ માટે અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવશે અને આગામી ફેબ્રુઆરી માસમાં વાઇનશોપ શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં અનેક લોકો હેલ્થ પરમીટ ધરાવે છે જે તમામ લોકોને ક્વોટા મુજબ શરાબ, બિયરની ખરીદી માટે રાજકોટ જવું પડે છે, ઉપરાંત વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર મોરબીમાં બહારના રાજ્યમાંથી ટુરિસ્ટ અને વેપારીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય મોરબીમાં જ વાઇનશોપની મંજૂરી મળતા લોકોને રાજકોટના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.

 

- text