ઝૂલતા પુલ દુર્ઘટના મામલે માનવ અધિકાર આયોગની ચીફ સેક્રેટરી અને ડીજીપીને નોટિસ

- text


 

ચાર અઠવાડિયામાં એક્શન ટેકન રિપોર્ટ આપવા કર્યો આદેશ

મોરબી : મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના મામલે માનવ અધિકાર આયોગ દ્વારા રાજ્યના ચીફ સેક્રેટરી અને ડીજીપીને નોટિસ આપવામાં આવી છે. અને ચાર અઠવાડિયામાં એક્શન ટેકન રિપોર્ટ આપવા આદેશ કર્યો છે.

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, નવી દિલ્હી દ્વારા મોરબીમાં 30/10/2022 ના રોજ સાંજે 6:30 કલાકે ઝુલતા પુલ દુર્ઘટનામાં મરણ પામેલ 150 કરતા વધુ લોકોના અને તેઓના પરિવારના સભ્યોના માનવ અધિકાર ભંગના બનાવમાં ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી અને ડીજીપીને નોટિસ અપાઈ છે. અને આયોગે ચાર અઠવાડિયામાં એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે. અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારની પિટિશન બાદ માનવ અધિકાર આયોગ દ્વારા નોટિસની કાર્યવાહી કરવામાં આવી છે.

- text

માનવ અધિકાર ભંગની ફરિયાદમાં માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા આ ઝુલતા પુલનો જેણે કોન્ટ્રાકટ લીધો હતો તે ઓરેવા કંપનીના જવાબદાર માલિક અને નગરપાલિકાના તેમજ જીલ્લા કલેક્ટર સહિતના જવાબદારો સામે કાર્યવાહી કરવા અને પ્રત્યેક ભોગ બનનારના વારસદાર આશ્રિતને રૂ. પચાસ લાખનું વળતર અને સાચા ગુનેગારો સામે કાયદાકીય પગલા ભરવાની પિટિશનમાં માંગણી કરવામાં આવેલ છે.

- text